તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં પણ એક નામના બે કોન્ટેક્ટ્સ થઈ ગયા છે, તો આ રીકે કરો સરખા

divyabhaskar.com

Dec 01, 2018, 11:16 AM IST
how to remove Duplicated Contacts in Android smartphone

ગેજેટ ડેસ્કઃ સ્માર્ટફોનમાં ઘણીવાર યુઝર્સ સાથે કોન્ટેક્ટ્સ ડબલ થવાની સમસ્યા રહે છે. ડબલ એટલે કે એક નામના બે કોન્ટેક્ટ્સ. આ ઘણી પરેશાનીથી ભરેલું હોય છે. નવા જૂના નંબરનો કોઈ અંદાજો રહેતો નથી અને ભૂલથી કોઈને કોલ કે મેસેજ કરી દઈએ છીએ જેની પાસે એ નંબર હોય જ નહીં. તેનાથી બચવા માટે ઘણી સરળ રીતો અમે તમને જણાવીએ છીએ. એક રીત તમારી પાસે પણ હશે કે તમે બધા કોન્ટેક્ટ્સને એક એક કરીને ડિલીટ કરી નાખો. જો તમે એન્ડ્રોઈડ સ્માર્ટફોન વાપરો છો તો પહેલો ઓપ્શન તો એ છે કે એક-એક કરીને બધા ડુપ્લિકેટ કોન્ટેક્ટ્સને ડિલિટ કરો

બે રીતે કોન્ટેક્ટ ડુપ્લિકેશન થાય છે


- કોન્ટેક્ટ ડુપ્લિકેશન પણ બે પ્રકારે થાય છે. એક તો એવી રીતે થાય છે જેમાં તમને બદા કોન્ટેક્ટ્સ બે વાર દેખાય છે. પહેલામાં નંબર હોય છે, જ્યારે બીજામાં જીમેઈલ આઈડી હોય છે. તેને ઠીક કરવા માટે તમે કોન્ટેક્ટ્સ એપમાં જઈને મેન્યૂ સિલેક્ટ કરો અહીંયા સજેશન ઓપ્શન મળશે. અહીંયા Clean up duplicatesનું ઓપ્શન હશે તેને યૂઝ કરીને તમે કોન્ટેક્ટ્સને મર્જ કરી શકો છો.
- એન્ડ્રોઈડમાં સેવ કરાયેલા કોન્ટેક્ટ્સ જીમેઈલથી સિંક હોય છે. તમે જીમેઈલમાં કોન્ટેક્ટ્સ સેક્શનમાં જઈને તેને જોઈ શકો છો. અહીંયા ઈન્બોક્સના ટોપ લેફ્ટમાં ડ્રોપ ડાઈન મેન્યૂ છે તને ક્લિક કરો અહીંયા કોન્ટેક્ટ્સ ઓપ્શન મળશે. આ જ જગ્યાએ ફાઈન્ડ ડુપ્લિકેટનું ઓપ્શન મળશે જેને સિલેક્ટ કરીને મર્જ કરી શકો છો.

એપ દ્વારા


એન્ડ્રોઈડમાં કોન્ટેક્ટ મર્જ કરવા માટે ગણી એપ્સ છે. તેમાંથી એક સિંપલ મર્જ ડુપ્લિકેટ્સ પણ છે જે ગૂગલના મર્જ ટૂલ જેવું જ કામ કરે છે. આ એપને ઈંસ્ટોલ કરીને ઓપન કરવાની છે આ એપ તમને કોન્ટેક્ટ્સનું લિસ્ટ બતાવીને કોન્ટેક્ટ્સ સ્કેન કરે છે. તમે ઈચ્છો તો બધા ડુપ્લિકેટ કોન્ટેક્ટ્સને મર્જ કરી શકો છો. બીજા થર્ડ પાર્ટી એપ્સની જેમ આ એપ પણ તમારા કોન્ટેક્ટ્સ એક્સેસ કરવાની પરમિશન લે છે તો તમે તેને કાયમ ધ્યાનમાં રાખો.

આ પણ વાંચો - 'ઓરિસ્સામાં 70 વર્ષ બાદ બન્યો પહેલો પાક્કો રોડ, તો સન્માનમાં બાળકો ચપ્પલ ઉતારીને તેના પર ચાલ્યા...' આ મેસેજ સાથે વાયરલ થઈ રહ્યો છે ફોટો

X
how to remove Duplicated Contacts in Android smartphone
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી