ગેજેટ ડેસ્કઃ આજકાલ મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન છે અને બધા સ્માર્ટફોન 4જી સપોર્ટવાળા છે. એવામાં તમારા ફોનમાં એરટેલ, જિયો, વોડાફોન કે પછી આઈડિયાનું 4જી સિમ હશે. શહેરોમાં તો 4જી નેટવર્કની સ્થિતિ સારી છે, પરંતુ ગામડામાં બહુ જ ખરાબ છે. ભલે નેટવર્ક 3જી હોય કે 4જી જો ઈન્ટરનેટની સ્પીડ સારી છે તો કોઈ તકલીફ નથી, પરંતુ 4જી નેટવર્ક પર સ્પીડ ના આવે તો બહુ ગુસ્સો આવે છે, કારણ કે ઘણી વાર કામ પણ તેના કારણે અટકી જાય છે. તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં 4જી નેટવર્કની સ્પીડ વધારવાની રીત...
આ રીતે પસંદ કરો નેટવર્ક
- જો તમારા વિસ્તારમાં કોપર કેબલના બદલે ફાઈબર કેબલનો ઉપયોગ થયો છે તો નેટવર્ક સારું રહેશે અને સ્પીડ પણ સારી મળશે.
- જિયોની સ્પીડ એરટેલના સરખામણીએ આ માટે સારી છે.
- જો તમારું ઈન્ટરનેટ સ્લો ચાલી રહ્યું છે તો સૌથી પહેલા ફોનના સેટિંગ ચેક કરો.
- ફોનના સેટિંગમાં નેટવર્ક સેટિંગમાં જાઓ અને preferred type of networkને 4જી કે LTE સિલેક્ટ કરો.
આ પણ ઘટાડે છે ઈન્ટરનેટ સ્પીડ
- આ સિવાય નેટવર્ક સેટિંગ્સમાં Access Point Network (APN)ની સેટિંગમાં પણ ચેક કરો, કારણ કે સ્પીડ માટે સાચું APNનું હોવું જરૂરી છે.
- એપીએન સેટિંગના મેન્યૂમાં જઈને સેટિંગને ડિફોલ્ટ રૂટથી સેટ કરો.
- આ સિવાય ફોનમાં રહેલા સોશિલ મીડિયા પર નજર રાખો. ફેસબુક, ટ્વિટર અને ઈંસ્ટાગ્રામ જેવી એપ સ્પીડ ઘટાડી દે છે અને ડેટા પણ વધારે વાપરે છે.
- તેના સેટિંગમાં જઈને ઓટો પ્લે વીડિયોને બંધ કરી દો. સાથે જ ફોનના બ્રાઉધરને ડેટા સેવ મોડમાં સેટ કરો.
આ પણ વાંચો - સાઈઝ પ્રમાણે આ ગાયને મનાઈ રહી છે દુનિયાની સૌથી મોટી ગાયમાંથી એક, કારથી પણ વધારે છે વજન