એરટેલ, આઈડિયા-વોડા ગ્રાહકોનો મામલો: લાઈફ ટાઈમ રિચાર્જ કરાવ્યું, પરંતુ ટોક ટાઈમ રિચાર્જ નથી કરાવી રહ્યા તો શું નંબર બંધ થઈ જશે? કંપનીના પ્રવક્તાએ આપ્યો આ સવાલનો જવાબ

divyabhaskar.com

Nov 30, 2018, 12:00 PM IST
Airtel Vodafone and Idea to Minimum Recharge Mandatory

ગેજેટ ડેસ્કઃ એરટેલ, આઈડિયા-વોડાના ગ્રાહકોમાં હડકંપ મચેલો છે. આ ત્રણેય કંપનીઓએ તેના ગ્રાહકોને દર મહિને ઓછામાં ઓછું 35 રૂપિયાનું રિચાર્જ કરાવવું જરૂરી ગણાવ્યું છે. જોકે, હવે સવાલ થઈ રહ્યા છે કે, જે લોકોએ લાઈફ ટાઈમનું રિચાર્જ કરાવ્યું હતું, તેના નંબરનું શું થશે? શું લાઈફ ટાઈમ રિચાર્જ કરાવનાર ગ્રાહકોના નંબર પર પણ ઈનકમિંગ અને આઉટગોઈંગ બંધ કરી દેવામાં આવશે? અમે આ વિશે એરટેલના પ્રવક્તા પુનીત ગુપ્તા અને આઈડિયા પ્રવક્તા શિવાંજલિ સિંહ સાથે વાત કરીને જાણ્યું કે, આવા ગ્રાહકોનું શું થશે.

આ કહ્યું એરટેલ પ્રવક્તાએ


- એરટેલ પ્રવક્તા પ્રમાણે, એવા લોકો જેમણે લાઈફ ટાઈમ વેલિડિટીનું સિમ લીધું છે, તે પણ જો દર મહિના હવે ઓછામાં ઓછું 35 રૂપિયાનું રિચાર્જ નહીં કરાવે તો તેમની સર્વિસ બંધ કરી દેવામાં આવશે.
- પ્રવક્તાનું કહેવું છે કે, લાઈફ ટાઈમ વેલિડિટીનો અર્થ એ થાય છે કે, જેટલા વર્ષની વેલિડિટી સાથે સિમે આવ્યું છે, એટલા વર્ષ કંપની સેવા આપશે, પરંતુ એક મિનિમમ એમાઉન્ટનું રિચાર્જ તો તમારે કરાવવું જ પડશે.
- એવા લોકો જેમણે લાઈફ ટાઈમ વેલિડિટીનું રિચાર્જ કરાવી રાખ્યું છે, પરંતુ જો તેઓ ટોકટાઈમ નહીં નંખાવી રહ્યા તો પહેલા તેમનું આઉટગોઈંગ બંધ થશે. તેના 15 દિવસ બાદ ઈનકમિંગ બંધ થશે અને તો પણ રીચાર્જ ના કરાવ્યું તો નંબરને કંપની તરફથી જ ડિલિટ કરી દેવામાં આવશે.

બંધ નંબર કેવી રીતે થશે ચાલુ


- જે ગ્રાહકોના નંબર પર હાલ આઉટગોઈંગ કે ઈનકમિંગ અટકાવાઈ છે, તે 35 રૂપિયાનું મિનિમમ રિચાર્જ કરાવી લેશે તો તેમના નંબર પર ઈનકમિંગ અને આઉટગોઈંગ ફરીવાર શરૂ થઈ જશે. પછી આ ગ્રાહકોને ભવિષ્યમાં નંબર ચાલુ રાખવા માટે દર મહિને મિનિમમ 35 રૂપિયાનું રિચાર્જ કરાવવું જ પડશે.
- જ્યારે એવા ગ્રાહકો જેમનો નંબર કંપની દ્વારા ડિલીટ થઈ ચૂક્યો છે તે નંબર ચાલુ કરાવવા માટે ફરીવાર ડોક્યુમેન્ટેશન કરાવવું પડશે. એવા ગ્રાહકોને કંપનીના સ્ટોરમાં જઈને બધા ડોક્યૂમેન્ટ જમા કરાવવા પડશે. પછી તેમને નવેસરથી નંબર આપવામાં આવશે.

કેટલા ગ્રાહકોને થઈ રહી છે અસર


- એરટેલના અંદાજે 31 કરોડ ગ્રાહક છે. ત્યારે વોડાફોન અને આઈડિયાના 20-20 કરોડ ગ્રાહક છે. આ રીતે કુલ 71 કરોડ ગ્રાહક આ ત્રણ કંપનીઓ પાસે છે. ઉલ્લેખનીય છે કે, જિયોના માર્કેટમાં આવ્યા બાદથી આ કંપનીઓ સામે પડકાર ઊભા થઈ ગયા છે.
- જિયોના સસ્તા પ્લાનના કારણે આ કંપનીઓને પોતાના પ્લાન સસ્તા કરવા પડ્યા છે. હવે ઘણા યુઝર એવા છે જે જિયોનું રિચાર્જ જ કરાવે છે અને બીજો નંબર માત્ર ઈનકમિંગ માટે ચાલુ રાખે છે.
- એવામાં હવે કાં તો આ ગ્રાહકોને 35 રૂપિયાનું મિનિમમ રિચાર્જ કરાવવું પડશે કાં તો પછી જિયો પર જ શિફ્ટ થવું પડશે.

આ પણ વાંચો - એરટેલ, વોડા-આઈડિયાના 71 કરોડ ગ્રાહકો માટે આવ્યું નવું અપડેટ: કંપનીએ 35 રૂપિયાનું મિનિમમ રિચાર્જ ના કરાવનાર ગ્રાહકનું બંધ કરી રહી છે સિમ, ઘણી વખત રિમાઈન્ડર મોકલ્યા બાદ હવે ડાયરેક્ટ બંધ કરી રહી છે સિમ

X
Airtel Vodafone and Idea to Minimum Recharge Mandatory
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી