નિવેદન / ફેસબુકના સીઈઓની બહેન રેંડી ઝુકરબર્ગે છોડી નોકરી, કહ્યું' સ્ટાફમાં મહિલા કર્મીઓનો અભાવ'

Zuckerberg's sister randi left facebook job
X
Zuckerberg's sister randi left facebook job

  • ફેસબુકના સીઈઓની બહેન રેંડી ઝુકરબર્ગે એક ઇન્ટરવ્યૂમાં આ વાત જણાવી 
  • ફેસબુકનું વેલ્યુએશન 34 લાખ કરોડ રૂપિયા, મેકડોનાલ્ડનું 9.71 લાખ કરોડ 

divyabhaskar.com

Feb 07, 2019, 05:02 PM IST
ગેજેટ ડેસ્ક. માર્ક ઝુકરબર્ગની બહેન રેંડી ઝુકરબર્ગે ફેસબુકની નોકરી છોડી કારણ કે તેને કંપનીમાં કામ કરતી મહિલાઓની ઉણપ લાગતી હતી. શરૂઆતના સમયમાં ઓફિસના મોટાભાગના સેક્શનમાં તેના ઉપરાંત અન્ય કોઇ મહિલા ન હતી. આ વાત રેંડીને પસંદ ન હતી. રેંડીએ એક ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. રેંડી ઝુકરબર્ગે ઇન્ટરવ્યૂમાં અનેક રસપ્રદ વાતો પણ જણાવી હતી. તેણે જણાવ્યું કે ફેસબુકના ફાઉન્ડર અને સીઈઓ માર્ક ઝુકરબર્ગને તેના પિતાએ મેકડોનાલ્ડની ફ્રેન્ચાઈઝ લેવાની સલાહ આપી હતી. માર્ક અને ત્રણ બહેનોને કોલેજના સ્ટડી પહેલા જ પિતાએ આ ઓપ્શન આપ્યો હતો. 

માર્ક ઝુકરબર્ગની નેટવર્થ 4.72 લાખ કરોડ રૂપિયા

માર્ક ઝુકરબર્ગ હવે 34 લાખ કરોડ રૂપિયાની કંપની ફેસબુકના સીઈઓ છે. આ વેલ્યુ મેકડોનાલ્ડની માર્કેટ કેપ (9.71 લાખ કરોડ રૂપિયા)થી 3.5 ગણી છે. માર્ક ઝુકરબર્ગે ફેસબુક શરુ કરવા માટે 2004માં હાર્વર્ડ યુનિવર્સીટીનું ભણતર છોડી દીધું હતું. રેન્ડીએ બતાવ્યું કે ભાઈ માર્ક ઝુકરબર્ગના કોલેજ છોડવા પર પેરેન્ટ્સની પ્રતિક્રિયા મિક્સ હતી. તેમનું કહેવું હતું કે, જો બિઝનેસ કરવો જ હતો તો મેકડોનાલ્ડની ફ્રેન્ચાઈઝ લેવી જોઈતી હતી.
દુનિયાભરમાં ફેસબુકના 232 કરોડ યુઝર છે. ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં તેને રેકોર્ડ 48,848 કરોડ રૂપિયાનો નફો થયો. કંપનીના ફાઉન્ડર અને સીઈઓ માર્ક ઝુકરબર્ગની નેટવર્થ 4.72 લાખ કરોડ રૂપિયા છે. સોમવારે ફેસબુકના 15 વર્ષ પુરા થયા છે. 4 ફેબ્રુઆરી 2004ના રોજ ઝુકરબર્ગે ફેસબુક લોન્ચ કર્યું હતું.
માર્ક ઝુકરબર્ગની બહેન રેંડીનું કહેવું છે કે પેરેન્ટ્સે બધા ભાઈ-બહેનોના નિર્ણયને સમર્થન આપ્યું. રેંડી પોતે ઝુકરબર્ગ મીડિયાની સીઈઓ છે. આ તેમની પોતાની પ્રોડક્શન કંપની છે. ઝુકરબર્ગ મીડિયા શરુ કરતા પહેલા તે ફેસબુકમાં નોકરી કરતી હતી. ફેસબુક જોઈન કરવા માટે તેમણે એક મોટી એડ એજન્સીની નોકરી છોડી હતી.
4. ઝુકરબર્ગે બહેન માટે બરાક ઓબામા સાથેની મીટિંગ છોડી દીધી હતી
રેંડી અને માર્ક ઝુકરબર્ગ એકબીજાને ઘણો સપોર્ટ કરે છે. ગયા વર્ષે ફેસબુક પર એક વિવાદિત પોસ્ટ નહીં હટાવવાના લીધે માર્ક ઝુકરબર્ગની નિંદા થઇ હતી. તે સમયે રેંડીએ ભાઈનું સમર્થન કર્યું હતું. માર્ક ઝુકરબર્ગે પણ બહેનનો પહેલો શો જોવા માટે ત્યારના અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથેની મીટિંગ છોડી દીધી હતી. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી