રોબો ગાઇડ / વિશ્વ ધરોહર બ્લેનહીમ પેલેસ બતાવીને તેના ઇતિહાસ સાથે જોડાયેલી માહિતી આપશે રોબોટ બૈરી

The World Heritage informatio by showing Blanenheim Palace Robot Bairi

  • પાંચ ફૂટ લાંબો રોબોટ 12 કલાક સુધી લોકોને ગાઇડ કરી શકે છે 
  • બ્લેનહીમ પેલેસમાં બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલનો જન્મ થયો હતો 
  • પેલેસની અને ઐતિહાસિક માહિતી બૈટીની અંદર ફીડ કરાઇ છે 

divyabhaskar.com

Feb 10, 2019, 12:07 PM IST

ગેજેટ ડેસ્ક. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલનો જન્મ જે પેલેસમાં થયો હતો તેની સેર કરાવવા માટે 'બૈટી' નામના 5 ફૂટના એક રોબોટને ટૂર ગાઇડ તરીકે રખાયો છે. ચર્ચિલનું જન્મસ્થળ બ્લેનહીમ પેલેસ યૂનેસ્કોની વિશ્વ ધરોહરમાં સામેલ છે.

બૈટી લોકોને માહિતી આપવાની સાથે સાથે તેમના સવાલોના જવાબ પણ આપશે. તે લોકો સાથે તસવીરો લઇને તેમને ટિ્વટર પર 'બૈટી ઇન ધ પેલેસ' હેશટેગ સાથે પોસ્ટ પણ કરશે.બૈટી 12 કલાક સુધી લોકોને પેલેસ બતાવશે. ત્યાર બાદ ચાર્જિંગ માટે જાતે જ બંધ થઇ જશે. આ રોબોટ ઓક્સફર્ડ યુનિવર્સિટીની રોબોટિક્સ ઇન્સ્ટિટ્યૂટના ડિપાર્ટમેન્ટ ઓફ એન્જીનિયરિંગ સાયન્સે બનાવ્યો છે. તાજેતરમાં તેનું સફળ પરીક્ષણ કરાયું હતું.

બ્લેનહીમના પ્રવક્તા જોનાથન પ્રિન્સે જણાવ્યું કે બૈટીમાં બ્લેનહીમ પેલેસ અને તેના ઇતિહાસ સાથે જોડાયેલી તમામ માહિતી ફીડ કરાઇ છે. જવાબ આપવાની દ્રષ્ટિએ તેને ખૂબ સક્ષમ બનાવાયો છે પણ પેલેસનો સ્ટાફ હવે મહેલની ચીજોને લઇને સતર્ક છે. બૈટી પ્રાચીન કલાકૃતિઓ નજીક ન પહોંચે તેવો તેમનો પ્રયાસ છે. પેલેસમાં ઘણી કિમતી ચીજો હોવાથી તેમણે ખૂબ સાવધાની રાખવી પડે છે.

X
The World Heritage informatio by showing Blanenheim Palace Robot Bairi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી