સેમસંગ / ચાર કેમેરાવાળા સ્માર્ટફોનની કિંમતમાં સેમસંગે કર્યો 3000 રૂપિયાનો ઘટાડો

The price of a smartphone with four cameras reduced by Samsung by Rs 3,000
X
The price of a smartphone with four cameras reduced by Samsung by Rs 3,000

 

  • ભારતમાં સેમસંગ ગેલેક્સી  એ9ને નવેમ્બર 2018માં લોન્ચ કર્યો હતો 
  • આ સ્માર્ટફોનને 36,990 રૂપિયાની કિંમત સાથે વનપ્લસ 6Tની ટક્કરમાં લોન્ચ કર્યો હતો

divyabhaskar.com

Feb 08, 2019, 03:43 PM IST
ગેજેટ ડેસ્ક. સેમસંગે પોતાના પહેલા ચાર રિઅર કેમેરાવાળા સ્માર્ટફોન Samsung Galaxy A9ની કિંમતમાં ઘટાડો કર્યો છે. ભારતમાં આ સ્માર્ટફોનને નવેમ્બર 2018માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનને 36,990 રૂપિયાની કિંમત સાથે વનપ્લસ 6Tની ટક્કરમાં લોન્ચ કર્યો હતો. જો કે, કંપનીએ તેની કિંમતમાં બીજી વખત 3000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આમ, કંપની અત્યાર સુધીમાં ગેલેક્સી A9ની કિંમતમાં 6000 રૂપિયાનો ઘટાડો કરી ચૂકી છે.

સેમસંગ ગેલેક્સી એ9ની નવી કિંમત

3000 રૂપિયાના ઘટાડા પછી સેમસંગ ગેલેક્સી A9ના 6 જીબી રેમ વેરિઅન્ટની નવી કિંમત 30999 રૂપિયા છે. સેમસંગ ઇન્ડિયાના ઓનલાઇન સ્ટોર પરથી આ સ્માર્ટફોનને નવી કિંમતે ખરીદી શકાશે. સેમસંગ ગેલેક્સી A9ના 8 જીબી રેમ વેરિઅન્ટની કિંમત 33990 રૂપિયા છે.
2. સેમસંગ ગેલેક્સી એ9ના ફીચર્સ
સેમસંગ ગેલેક્સી એ9માં 6.3 ઇંચની ફુલ HD+ સુપર AMOLED ડિસ્પ્લે, 6/8 જીબી રેમ, 128 જીબી સ્ટોરેજ (512 જીબી સુધી એક્સપાન્ડેબલ), 24+10+8+5 મેગાપિક્સલના ક્વૉડ રિઅર કેમેરા, 24 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા, સ્નેપડ્રેગન 660 પ્રોસેસર, 3800 mAhની બેટરી યુએસબી ટાઇપ સી સપોર્ટ જેવા આકર્ષક ફીચર્સ છે.
અહેવાલો અનુસાર, કંપની ગેલેક્સી A9નું અપગ્રેડ વર્ઝન Samsung Galaxy A9 Pro લોન્ચ કરવાની તૈયારીમાં છે. જેને કારણે કંપની વર્તમાન મોડલની કિંમતો ઘટાડી રહી છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી