ન્યુ લોન્ચ / આઇ બોલના લેપટોપમાં લગાવી શકશો સિમકાર્ડ, 5000 રૂપિયાનો ડિસ્કાઉન્ટ

SIM card can be installed in iBall's laptop, 5000 discounts
X
SIM card can be installed in iBall's laptop, 5000 discounts

  • Iball એ લોન્ચ કર્યું 4G સિમ સપોર્ટવાળું બજેટ લેપટોપ
  • આઇબોલ કોમ્પબુક નેટીઝેનની MRP 24999 રૂપિયા છે
  • માઇક્રોએસડી કાર્ડ દ્વારા 128 જીબી સુધી મેમરી એક્સપાન્ડ કરી શકાશે

divyabhaskar.com

Feb 11, 2019, 04:51 PM IST
ગેજેટ ડેસ્ક. iBall એ પોતાના પોર્ટફોલિયોને એક્સપાન્ડ કરતાં ભારતમાં પોતાના iBall CompBook Netizen લેપટોપને લોન્ચ કર્યું છે. આ લેપટોપ 4G સિમ સ્લોટ, ઇન્ટેલ N3350 ડ્યુઅલ-કોર પ્રોસેસર, 64 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ અને 5000 mAhની બેટરી સાથે આવે છે. નવા આઇબોલ કોમ્પબુક નેટીઝેનને એક્સક્લુવિસલી Shopclues પરથી ખરીદી શકાશે.

 

આઇબોલ કોમ્પબુક નેટીઝેનની ભારતમાં કિંમત

આઇબોલ કોમ્પબુક નેટીઝેનની MRP 24999 રૂપિયા છે, પરંતુ લોન્ચ ઓફર હેઠળ તેના પર 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. અર્થાત્ હાલમાં કોમ્પબુકને 19999 રૂપિયામાં ખરીદી શકાશે. MobiKwik દ્વારા આ લેપટોપની ખરીદી કરવા પર 500 રૂપિયા કેશબેક મળશે. શોપક્લૂઝ પરથી ખરીદી કરા પર આ લેપટોપની સાથે ફ્રી વાયરલેસ માઉસ મળશે. તે સિવાય ત્રણ મહિના માટે ડેટા પણ મળશે. લેપટોપ મેટાલિક ગ્રે કલરમાં ખરીદી શકાશે. 
2. આઇબોલ કોમ્પબુક નેટીઝેન ફીચર્સ
આઇબોલનું આ લેપટોપ વિન્ડોઝ 10 પર ચાલશે. તેમાં ડેટા કનેક્ટિવિટી માટે 4G સિમ સ્લોટ છે.
તેમાં 14 ઇંચની ફુલ HD આઇપીએસ મલ્ટી-ટચ સ્ક્રીન છે. તેમાં 2.4 ગીગાહર્ટ્ઝ ઇન્ટેલ N3350 ડ્યુઅલ કોર પ્રોસેસર અને 4 જીબી રેમ મળશે. તેમાં ઇનબિલ્ટ સ્ટોરેજ 64 જીબી છે.
માઇક્રોએસડી કાર્ડ દ્વારા 128 જીબી સુધી મેમરી એક્સપાન્ડ કરી શકાશે. યૂઝર ઇચ્છે તો લેપટોપમાં અલગથી હાર્ડ ડિસ્ક અથવા SSD પણ ઇન્સ્ટોલ કરી શકાય છે.
 લેપટોપમાં 0.3 મેગાપિક્સલનો વેબ કેમેરા મળે છે. આ એક યુએસબી 3.0 પોર્ટ, બે યુએસબી 2.0 પોર્ટ અને એક HDMI પોર્ટ મળે છે.
iBall CompBook Netizenમાં 5,000 mAhની બેટરી છે. આ લેપટોપનું વજન 1.32 કિલોગ્રામ છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી