• Home
  • Gadgets
  • Latest
  • Robotics will fix the victims of dementia, Robi gives training to Robby by showing TV shows

રોબોટિક્સ / ડિમેન્શિયા પીડિતોને ઠીક કરશે રોબોટ, ટીવી શો બતાવીને રૉબીને આપે છે ટ્રેનિંગ

Robotics will fix the victims of dementia, Robi gives training to Robby by showing TV shows
X
Robotics will fix the victims of dementia, Robi gives training to Robby by showing TV shows

  • રોબોટનું નામ રૉબી રાખવામાં આવ્યું છે
  • રૉબીને ઇમરડેલ નામના ટીવી શોના 13 એપિસોડ બતાવામાં આવ્યાં છે, કારણ કે તેમાં ડિમેન્શિયાથી પીડિત કલાકારો છે
  • રૉબી પીડિતની એકલતા દૂર કરશે 

divyabhaskar.com

Feb 08, 2019, 12:49 PM IST
ગેજેટ ડેસ્ક. એક રોબોટને ટીવી શો બતાવવામાં આવ્યો હતો, જેથી તે ડિમેન્શિયાના લક્ષણો ઓળખી શકે. આ પ્રકારનો પહેલો રોબોટ છે, જે ટીવી શો જોઇને ફેસ એક્સપ્રેશન ઓળખવાનું શીખ્યો છે. હકીકતમાં રૉબી નામના રોબોટને ટીવી શો ઇમરડેલ બતાવામાં આવ્યો હતો. જેમાં એશ્લે થૉમસ નામના કેરેક્ટર ડિમેન્શિયાથી પીડાય છે. ડિમેન્શિયા એક પ્રકારની માનસિક બીમારી છે. જેમાં પીડિતની યાદ રાખવાની ક્ષમતા ધીરે-ધીરે ઓછી થતી જાય છે, નાની-નાની વાતો વ્યક્તિ ભુલવા લાગે છે. ક્યારેય વ્યક્તિ સામાન્ય વાત પર પણ ગુસ્સો કરે છે. ડિમેન્શિયાને મનોભ્રંશ તરીકે પણ ઓળખવામાં આવે છે.

માણસના ચહેરાના હાવ-ભાવ સમજી શકે છે રૉબી

રૉબીને એક હિલ યૂનિવર્સિટીના કમ્પ્યૂટર સાયન્ટિસ્ટ અને તેમની ટીમને તૈયાર કરી છે. આ રોબોટને માણસ જેવો દેખાવ આપવામાં આવ્યો છે. જેથી તે માણસના શરીરની જેમ મૂવમેન્ટ પણ કરી શકે છે. આ રોબોટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની મદદથી મનુષ્યના ચહેરા પર આવતા હાવભાવને સમજી શકે છે. 
આ રોબોટ વ્યક્તિની બૉડી લેંગ્વેજ અને વર્તનને સમજી શકે છે. રૉબીને તૈયાર કરનારી ટીમને આશા છે કે આ રોબોટ ડિમેન્શિયાથી પીડિત વ્યક્તિની દેખરેખ અને તે બીમારીમાંથી બહાર લાવવામાં મદદ કરી શકે છે.
3. ડિમેન્શિયા પીડિતોને મદદ મળશે
રૉબી ડિમેન્શિયાથી પીડિત વ્યક્તિના વર્તનને સમજી શકે છે. તથા માનસિક સમસ્યાને જોઇ શકે છે, તેની પરથી વ્યક્તિ કેટલો એક્ટિવ છે, શું ખાય-પીવે છે?, તે નિયમિત રીતે દવા લે છે? ડિમેન્શિયાના બીમારીથી રાહત મેળવવાનો એક માત્ર ઉપાય અત્યારે ઓબ્ઝર્વેશન છે અને તેમાં વધુ સમય લાગે છે, તથા ખર્ચ પણ થાય છે. જો કે આ રોબોટની મદદથી તે ખર્ચમાં રાહત મેળવી શકાય છે.
4. ચાર પ્રકારના વર્તનને સમજે છે
આ પહેલો રોબોટ છે જે વિઝન બેસ્ડ રેકગ્નેશન ટેક્નિકનો ઉપયોગ કરે છે. તેની મદદથી રોબોટ એગ્રેસિવ, ડિપ્રેસિવ, ખુશી અને ન્યૂટ્રલ જેવા ચાર પ્રકારના વર્તનને સમજી શકવાની ક્ષમતા ધરાવે છે. 
5. માણસની ભાવનાને સમજી શકશે
ડિમેન્શિયાથી પીડિત વ્યક્તિને શું પરેશાની છે? તેને શાંત કરવા માટે સોફ્ટ મ્યુઝિક વગાડી શકે છે. રૉબી વ્યક્તિની 80 પ્રકારની ભાવનાઓને સમજી શકે છે.
6. આ પ્રકારે મદદ કરી શકે છે રોબોટ

આ રોબોટ ડિમેન્શિયાથી પીડિત વ્યક્તિના વર્તનને સમજે છે, સાથે તે જાણવાનો પ્રયત્ન કરશે કે વ્યક્તિ ક્યારે અને કેવી રીતે ગુસ્સો કરવાનું શરુ કરે છે. ગુસ્સે થયાના થોડા સમય બાદ વ્યક્તિ જાતે જ શાંત થાય છે, તો તે શાંત થવા માટે શું કરે છે? 

 

આ ઉપરાંત ડિમેન્શિયાથી પીડિત વ્યક્તિ કોઇપણ મુશ્કેલીમાં હોય તો તેને શાંત કરવા માટે તેની સાથે વાત કરો, ગેમ રમો અથવા તેને સંગીત સંભળાવો. આ દરેક વસ્તુ એક રોબોટ કરી શકે છે. આ રૉબી પીડિત વ્યક્તિને જીવનનો મહત્વનો ભાગ બની શકે છે તથા તેમને આ બીમારીમાંથી બહાર લાવવામાં પણ મદદ કરે છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી