સ્માર્ટફોન / Nokia 5.1 Plusના બે નવા વેરિઅન્ટ ભારતમાં લોન્ચ, કિંમત 14,999થી શરૂ

divyabhaskar.com | Updated - Feb 08, 2019, 11:37 AM
Nokia 5.1 Plus launch in india 2019
X
Nokia 5.1 Plus launch in india 2019

  • નોકિયા 5.1 પ્લસ સ્માર્ટફોનને 4 જીબી/6 જીબી રેમ તથા 64 જીબી સ્ટોરેજ સાથે લોન્ચ કર્યા છે
  • 12 ફેબ્રુઆરીથી નોકિયા 5.1 પ્લસના ત્રણ કલર ઓપ્શન પણ મળશે

ગેજેટ ડેસ્ક. એચએમડી ગ્લોબલની માલિકીની નોકિયા કંપનીએ હાલમાં જ ભારતમાં નોકિયા 5.1 પ્લસ સ્માર્ટફોનને 4 જીબી/6 જીબી રેમ તથા 64 જીબી સ્ટોરેજ સાથે લોન્ચ કર્યા છે. કંપનીએ ગત વર્ષે ઓક્ટોબરમાં નોકિયા 5.1 પ્લસ લોન્ચ કર્યો હતો. ત્યારે ફોન એન્ડ્રોઇડ ઓરિયો 8.1 પર ચાલતો હતો. જો કે, હવે તે એન્ડ્રોઇડ 9.0 પાઇ પર ચાલે છે. આ એક એન્ડ્રોઇડ વન સ્માર્ટફોન છે અને તેમાં ગૂગલ લેન્સ, મલ્ટીટાસ્કિંગ માટે પિક્ચર-ઇન-પિક્ચર, ગૂગલ પ્લે ઇન્સ્ટન્ટ અને બેટરી સેવિંગ ફીચર્સ પણ મળશે.

આકર્ષક ફીચર્સ સાથે નોકિયાનો નવો સ્માર્ટફોન

નોકિયા 5.1ની કિંમત
1.નોકિયા 5.1 પ્લસની કિંમત તેના ફીચરને આધારે નક્કી કરવામાં આવી છે. 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા છે. જ્યારે 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 16499 રૂપિયા છે.
વિશેષ ઓફર
2.લોન્ચ ઓફર હેઠળ એરટેલ કસ્ટમર્સને ફોનની ખરીદી પર 2000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ કેશબેક તથા 199 રૂપિયા, 249 રૂપિયા અને 448 રૂપિયાના પ્લાન્સમાં 12 મહિના સુધી 240 જીબી ડેટા મળશે.
નોકિયા સ્માર્ટફોનનું વેચાણ શરૂ
3.ફોનના નવા વેરિઅન્ટ્સની વેચાણ શરૂ થઇ ગયું છે. તેનો ઓનલાઇન સેલ Nokia.com/phones પર કરવામાં આવશે. તેની સાથે જ 12 ફેબ્રુઆરીથી નોકિયા 5.1 પ્લસના ત્રણ કલર ઓપ્શન પણ મળશે. તેમાં ગ્લોસ બ્લેક, ગ્લોસ વ્હાઇટ અને ગ્લોસ મિડનાઇટ બ્લૂ જેવા કલર્સ તમે રિટેલ આઉટલેટ પરથી ખરીદી શકાશો.
નોકિયા 5.1 પ્લસના ફીચર્સ
4.નોકિયા 5.1 પ્લસાના ફીચર્સની વાત કરીએ તો તેમાં 5.86 ઇંચની નૉચવાળી HD+ ડિસ્પ્લે, 4/6 જીબી રેમ, 64 જીબી સ્ટોરેજ (400 જીબી સુધી એક્સપાન્ડેબલ), 13+5 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા, 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો, MediaTek Helio P60 પ્રોસેસર, 3060 mAhની બેટરી, યુએસબી ટાઇપ સી, સિક્યોરિટી માટે ફિંગરપ્રિન્ટ સેન્સર, એન્ડ્રોઇડ 9 પાઇ જેવા આકર્ષક ફીચર્સ છે. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App