ન્યૂ ફીચર / વોટ્સએપ સિક્યોરીટી માટે આઇફોનમાં ફેસ આઇડી અને ટચ આઇડી દ્વારા લોક કરો

Lock through Face ID and Touch ID in iPhone for WhatsApp Security
X
Lock through Face ID and Touch ID in iPhone for WhatsApp Security

 • વોટ્સએપ લૉક રાખ્યું છે અને નોટિફિકેશનમાં કોઇ મેસેજ દેખાય છે તો તમે ફોન અનલૉક કર્યા વગર જ તેને રિપ્લાય કરી શકો છો
 • નવા ફીચરને એક્ટિવેટ કરવા માટે સૌથી પહેલા વોટ્સએપ અપડેટ કરવું પડશે
 • સ્ક્રિન ટેપ કરતાં જ Require Face ID/Touch ID દેખાશે

divyabhaskar.com

Feb 06, 2019, 03:54 PM IST
ગેજેટ ડેસ્કઃ આઇફોન યૂઝર્સની હંમેશાથી એક પરેશાની રહી છે કે, તેમના ફોનમાં વોટ્સએપ લૉક નથી થતું. એન્ડ્રોઇડ યૂઝર્સ માટે પણ વોટ્સએપ લૉક ફીચર નથી, પરંતુ પ્લે સ્ટોર પર કેટલીય થર્ડ પાર્ટી એપ્સ છે, જે આ કામમાં હેલ્પ કરે છે. આ વખતે વોટ્સએપ આઇઓએસ યૂઝર્સની સમસ્યાને દૂર કરવા માટે લૉક ફીચર લાવ્યું છે. વોટ્સએપે તમામ આઇઓએસ યૂઝર્સ માટે આ ફીચર અપડેટ કરી દીધું છે. જો તમે આઇફોન યૂઝ કરતાં હો તો એપ સ્ટોરમાંથી વોટ્સએપ અપડેટ કરી લો. વર્ઝન 2.19.20 માં લૉક ફીચર જોડવામાં આવ્યું છે.

આઇફોનમાં વોટ્સએપને આ રીતે બનાવો સિક્યોર

 • વોટ્સએપ લૉક બે રીતે કામ કરે છે. ફેસ આઇડી અને ટચ આઇડી. 
 • ફેસ આઇડી લૉક માટે તમારી પાસે iPhone X, XS, XS Max અને XRમાંથી કોઇ સ્માર્ટફોન હોવો જોઇએ. 
 •  ટચ આઇડી જે આઇફોનમાં છે તે યૂઝર્સ ટચ આઇડીથી વોટ્સએપ અનલૉક કરી શકો છો. 
 • આ નવા ફીચરને એક્ટિવેટ કરવા માટે સૌથી પહેલા વોટ્સએપ અપડેટ કરવું પડશે. ત્યારબાદ વોટ્સએપ સેટિંગ્સમાં જઇને Privacy સિલેક્ટ કરો. અહીં સૌથી છેલ્લે Screen Lock દેખાશે. 
 •  અહીં ટેપ કરતાં જ Require Face ID/Touch ID દેખાશે. હવે અહીં ચાર ઓપ્શન્સ મળશે. 
 •  આ ઓપ્શન્સમાં Immediately સૌથી ઉપર છે અને ત્યારબાદ 1 મિનિટ, 15 મિનિટ અને 1 કલાકનો ઓપ્શન છે.
2. ખાસ ધ્યાન રાખો
આ ઓપ્શનનો અર્થ એ છે કે, તમે વોટ્સએપને કેટલા સમય સુધી લૉક વિના રાખવા ઇચ્છો છો. સૌથી પહેલા ઓપ્શનને સિલેક્ટ કરવા પર દરેક વખતે વોટ્સએપને ફેસ આઇડી અથવા ટચ આઇડીની જરૂરિયાત રહેશે. જ્યારે બીજા ઓપ્શનમાં કેટલાંક સમય પછી વોટ્સએપ લોક થશે. વોટ્સએપ અનુસાર, જો તમે વોટ્સએપ લૉક રાખ્યું છે અને નોટિફિકેશનમાં કોઇ મેસેજ દેખાય છે તો તમે ફોન અનલૉક કર્યા વગર જ તેને રિપ્લાય કરી શકો છો અને વાંચી શકો છો. આથી તમે iOS યૂઝર્સનું ધ્યાન રાખો.
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી