સસ્તો ફોન / 2019માં જિયો લોન્ચ કરી શકે છે ઓછી કિંમતે પાવરફુલ સ્માર્ટફોન

divyabhaskar.com | Updated - Feb 07, 2019, 10:52 AM
jio launches powerful smartphone at low cost
X
jio launches powerful smartphone at low cost

  • જિયોફોન 3માં 5 ઇંચની ટચ સ્ક્રીન ડિસ્પ્લે મળશે
  • જિયોફોનની પ્રાઇઝ 4500 રૂપિયા હોઇ શકે છે 
  • જીયો ફોન 3નું પ્રી-બુકિંગ જુલાઇમાં અને ફોનની ડિલિવરી ઓગસ્ટમાં શરૂ થશે

ગેજેટ ડેસ્ક. દર વર્ષે જિયોના નવા ફોન અંગે અહેવાલો આવે છે. ગત વર્ષે કંપનીએ જિયો ફોન 2 લોન્ચ કર્યો હતો. જિયોફોન 2માં Quarty કી-બોર્ડ મળે છે. અહેવાલો અનુસાર, ઓગસ્ટ 2019માં જિયો ઓછી કિંમતે પાવરફુલ ફીચર્સવાળો જિયોફોન 3 લોન્ચ કરી શકે છે.

જિયોફોન 3ના સંભવિત ફીચર્સ

1.
  • BeetelBite ના રિપોર્ટ્સ અનુસાર, જિયોફોન 3માં 5 ઇંચની ટચ સ્ક્રીન ડિસ્પ્લે મળશે. 
  •  જિયોફોન 3માં 2 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ મળશે. તે સિવાય ફોનની મેમરી એક્સપાન્ડેબલ હશે. 
  •  જિયોફોન 3માં એન્ડ્રોઇડ ઓરિયો 8નું ગો વર્ઝન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, એન્ડ્રોઇડ ગો વર્ઝન ઓછી રેમ અને સ્ટોરેજ સ્માર્ટફોન માટે સારી ઓપરેટિંગ સિસ્ટમ છે. 
  •  તે સિવાય ગૂગલના ઘણા લાઇટ એપ્સ પણ મળશે. 
  •  જિયોફોન 3માં કંપની 5 મેગાપિક્સલનો રિઅર અને 2 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપી શકે છે. 
જિયોફોન 3ની કિંમત
2.જિયોફોન 3ની કિંમત રિપોર્ટ્સ અનુસાર, 63 ડોલર અર્થાત્ અંદાજે 4500 રૂપિયા હોઇ શકે છે. જીયો ફોન 3નું પ્રી-બુકિંગ જુલાઇ 2019થી શરૂ થશે અને ફોનની ડિલિવરી ઓગસ્ટ મહિનામાં શરૂ થશે. જો કે, જિયો કંપનીએ જીયો ફોન 3 અંગે સત્તાવાર કોઇ જાહેરાત નથી કરી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App