મેસેજ ફોરવર્ડિયાઓ સાવધાન, આવી રહ્યું છે વોટ્સએપનું નવું ફીચર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈધર કા માલ ઉધર જેવા ફોરવર્ડિયા વોટ્સએપ મેસેજીસથી કોણ ત્રસ્ત ન હોય?. રોજ સવાર પડે ને ગુડ મોર્નિંગથી લઇને દુનિયાભરની ફિલોસોફીઓ અને જ્ઞાન આપણા વોટ્સએપમાં ઠલવાવા માંડે. આવા ફૉરવર્ડેડ મેસેજીસથી છૂટકારો અપાવવા વોટ્સએપે એક ફીચર ટેસ્ટ કર્યું છે. આ ફીચરમાં યૂઝર સરળતાથી જાણી શકશે કે મેસેજ મોકલનારે જાતે મેસેજ ટાઈપ કર્યો છે કે પછી કોઈનો આવેલો મેસેજ પરબારો ફોરવર્ડ કરી દીધો છે. જો મેસેજ ફૉર્વર્ડ કરેલો હશે તે મેસેજ પર 'Forwarded Message' લખેલું આવશે. એટલે નક્કી થઈ જશે કે તે મેસેજ કોપી કરી તેને ફોર્વર્ડ કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ વોટ્સએપના ઍન્ડ્રોઇડ વર્ઝન 2.18.67 માં આ ફીચર અવેલેબલ થઈ ગયું છે. આ ફીચર વિન્ડોઝ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમમાં પણ આપવામાં આવ્યું છે. થોડા સમયમાં આ ફીચર આખી દુનિયાના યુઝર્સ માટે ઉપલબ્ધ થઈ જશે. આ ફીચર ઉપરાંત વોટ્સએપે એન્ડ્રોઇડ અને વિન્ડોઝનાં બીટા વર્ઝનમાં ગ્રુપ ડિસ્ક્રિપ્શનનું ફીચર આપ્યું છે. આ ફિચરને એનેબલ કરવાની જરૂર નહીં રહે અને યૂઝરને એપમાં એમ જ જોવા મળશે. ડિસ્ક્રિપ્શન ફીચરમાં ગ્રુપના કોઈપણ યુઝર ગ્રુપ ડિસ્ક્રિપ્શનને એડિટ કરી શકે છે. જેની શબ્દ લિમિટ 500 શબ્દ સુધી નક્કી કરવામાં આવી છે. વોટ્સએપ ગ્રુપને વધારે ઇન્ટરેસ્ટિંગગ અને ફ્રેન્ડલી બનાવવા આ ફીચર એડ કરવામાં આવ્યું છે. ગયા મહીને વોટ્સએપે આઇફોન યૂઝર માટે એક નવું ફીચર શરૂ કર્યું હતું. તે ફીચરમાં વોટ્સએપની ચેટ વિન્ડોમાં જ યુટ્યૂબ વીડિયોની લિંક ઓપન થઈ શકે છે.
અન્ય સમાચારો પણ છે...