• Home
  • Gadgets
  • Latest
  • After the WhatsApp Chat, now also the Removal of Everywhere option in FB messenger

ફેસબુક / વોટ્સએપ ચેટ બાદ હવે એફબી મેસેન્જરમાં પણ રિમૂવ ઓફ એવરીવનનો ઓપ્શન આવ્યો

After the WhatsApp Chat, now also the Removal of Everywhere option in FB messenger
X
After the WhatsApp Chat, now also the Removal of Everywhere option in FB messenger

  • મોકલેલ મેસેજ મોકલ્યાની 10 મિનિટની અંદર જ ડિલીટ અથવા અનસેન્ડ કરી શકશો
  • રિમૂવ ફોર એવરીવન પર ટ્ચ કર્યા બાદ એક વૉર્નિંગ મેસેજ દેખાશે, તેને કન્ફોર્મ અથવા કેન્સલ કરવાનું રહેશે

divyabhaskar.com

Feb 06, 2019, 04:56 PM IST
ગેજેટ ડેસ્ક. ફેસબુકની મેસેજિંગ સર્વિસ મેસેન્જરમાં પણ હવે વોટ્સએપ અને ઇનસ્ટાગ્રામની જેમ મોકલેલા મેસેજને ડિલીટ કરી શકવાનું ફીચર આવ્યું છે. આ ફીરને કંપનીએ નવેમ્બરમાં જાહેર કર્યુ હતું, પરંતુ તાજેતરમાં જ કંપનીએ દુનિયાભરમાં એન્ડ્રોઇડ અને આઇઓએસ યૂઝર્સ માટે રોલઆઉટ કરી દીધું છે. ફેસબુકે આ ફીચરને રિમૂવ ફોર એવરીવન નામ આપ્યું છે. આ ફીચર આવ્યાં બાદ મેસેન્જર પર કોઇને મોકલેલ મેસેજ મોકલ્યાની 10 મિનિટની અંદર જ ડિલીટ અથવા અનસેન્ડ કરી શકશો. 

મેસેજ, ફોટો, વીડિયો પણ ડિલીટ કરી શકશો

  • આ ફીચરની મદદથી યૂઝર્સ મેસેન્જરમાં મોકલેલા મેસેજ, ફોટો, વીડિયોને 10 મિનિટની અંદર ડિલીટ કરી શકશે. 
  • આ ફીચર ગ્રુપ ચેટમાં પણ કામ કરશે, એટલે કે જો તમે ભુલથી ગ્રુપમાં કોઇ મેસેજ કરી દીધો છે, તો તેને ડિલીટ કરી શકો છો. 
  • 10 મિનિટ બાદ યૂઝર રિમૂવ ફોર એવરીવનનો ઉપયોગ નહીં કરી શકે. જો કે રિમૂવ ફોર યુનું ઓપ્શનનો ઉપયોગ કરી શકશે. જે મેસેજ ફક્ત યૂઝરના ચેટમાંથી જ ડિલીટ થશે. 
2. ડિલીટ મેસેજનો રિપોર્ટ પણ કરી શકાશે
જો કોઇ અન્ય યૂઝરે ગ્રુપ કે ચેટમાંથી મેસેજ ડિલીટ કર્યો હોય તો તમે રિપોર્ટ પમ કરી શકશો. રિપોર્ટ કરવા માટે તમારે યૂઝરના નામ પર ક્લિક કરો. ત્યાર બાદ સમથિંગ રોન્ગ પર ટ્ચ કરો. પછી રિપોર્ટ કરવા માટે યોગ્ય કેટેગરી પસંદ કરીને રિપોર્ટ કરો.
3. ફીચરનો ઉપયોગ
  • આ ફીચરનો ઉપયોગ કરવા માટે પહેલા મોકલેલ મેસેજ પર ટ્ચ કરો, ત્યાર બાદ બે ઓપ્શન આવશે. 
  •  પહેલુ ઓપ્શન રિમૂવ ફોર એવરીવન હશે, જેમાં મોકલેલા મેસેજ સેન્ડર અને રિસીવર બંનેને ઇનબોક્સથી દૂર થશે.
  • બીજા ઓપ્શન રિમૂવ ફોર યૂ હશે, જેની પર ટ્ચ કર્યા બાદ મેસેજ સેન્ડરને ઇનબોક્સથી દૂર થશે છતાં રિસીવરના ઇનબોક્સમાં મેસેજ દેખાશે.
  • રિમૂવ ફોર એવરીવન પર ટ્ચ કર્યા બાદ એક વૉર્નિંગ મેસેજ દેખાશે, તેને કન્ફોર્મ અથવા કેન્સલ કરવાનું રહેશે. 
  • મેસેજ રિમૂવ કર્યા બાદ ઇનબોક્સમાં વ્હાઇટ્સ એપની જેમ મેસેજ વોઝ રિમૂવ્ડ દેખાશે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી