ખબર પડી જશે બાળકો મોબાઇલમાં શું જોઇ રહ્યાં છે, આ છે 5 કામની App

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ ગૂગલ પ્લે સ્ટૉર પર એવી ઘણીબધી કામની એપ છે જે તમારી અનેક રીતે મદદ કરી શકે છે. જેમ કે એક એપ એવી છે જે તમને જાણ કરે છે કે તમારા બાળકો સ્માર્ટફોનમાં શું જોઇ રહ્યાં-કરી રહ્યાં છે. અહીં એવી 5 એપ્સ લિસ્ટેડ કરવામાં આવી છે જે તમને કામ આવી શકે છે. આને પ્લે સ્ટૉર પરથી આસાનીથી ડાઉનલૉડ કરી શકાય છે. 
 
ગૂગલ ફેમિલી લિંક 
ફેમિલી લિંક એપ પેરેન્ટ્સ માટે છે, આની મદદથી માતા-પિતા એ જોઇ શકે છે કે તેમના બાળકો પોતાનો સ્માર્ટફોનમાં શું કરી રહ્યાં છે. યૂઝેસ ચેક કરી શકે છે, ફોન લૉક અને બીજી વસ્તુઓને મૉનિટર કરી શકે છે. સેટ કર્યા બાદ વર્કિંગ સ્મૂથ થઇ જાય છે.
 
નૉટિફિકેશન હિસ્ટ્રી લૉગ
ભૂલથી તમારા ફોનમાં નૉટિફિકેશન ડિલીટ થઇ ગયેલું કે પહેલાથી ડિલીટ કરવામાં આવેલું નૉટિફિકેશન જોવું છે તો આ એપ કામની છે. આની મદદથી જુના નૉટિફિકેશન રિટ્રીવ કરી શકાય છે. આ ઉપરાંત આને કન્ટ્રૉલ કરવાના બીજા ઓપ્શન પણ છે. 
 
મિનડોમો
બ્રેનસ્ટૉર્મિંગ કરતાં કરતાં પોતાની ટીમની સાથે પ્રેઝન્ટેશન કરવા માટે આ એપ કામની છે. રિયલ ટાઇમમાં કામ કરવાની સાથે ફેરફાર કરી શકાય છે. સ્લાઇડ્સ બનાવવા માટેના જરૂરી ફિચર્સ આમાં આપવામાં આવ્યા છે. ઓનલાઇન અને ઓફલાઇન પણ એક્સેસ કરી શકાય છે.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ આવી અન્ય કામની એપ્સ...
અન્ય સમાચારો પણ છે...