તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • 4K Ultra HD Monitor Now Open For Public! Comes With Rumoured IPhone 5S Quality Display

પહેલું 4K ultra HD મોનિટર બજારમાં, આઇફોન 5Sનાં સંભવિત ડિસ્પ્લે સાથે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

Asusનું 4K ultra HD મોનિટર હવે તમે બજારમાંથી ખરીદી શકો છો. આ અલ્ટ્રા એચડી મોનિટરનું ડિસ્પ્લે 31.5 ઇંચનું છે અને IGZO display panel સાથે છે, આ જ ડિસ્પ્લે એપલનાં આઇફોન 5એસમાં પણ ઉપયોગમાં લેવાશે તેવી અટકળો છે.

એસુસે તેનાં સૌથી પ્રતિક્ષિત PQ321Q True 4K UHD મોનિટર માટે એક્સક્લુસિવ પ્રી ઓર્ડર શરૂ કર્યા છે. આ મોનિટરની ડિલીવરી જુલાઇનાં મધ્યથી શરૂ થઇ જશે. યુએસમાં ગ્રાહકો 3499 ડોલરની શરૂઆતની કિંમતે Newegg.com, Amazon.com કે TigerDirect.com પર આ અલ્ટ્રા એચડી મોનિટર પ્રી ઓર્ડર કરી શકશે. રૂપિયામાં પરિવર્તિત કરતા આ રકમ 207891 રૂપિયા જેટલી થાય છે.

PQ321Q True 4K UHD Monitor એક ડેસ્કટોપ ડિસ્પ્લે છે, જે Ultra HD 3840 x 2160 પિક્સલનાં રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. આ રિઝોલ્યુશન ચાર ફુલ એચડી ડિસ્પ્લેનાં રિઝોલ્યુશન બરાબર છે. આ મોનિટરમાં 31.5 ઇંચનું LED-backlit 4K Ultra HD ડિસ્પ્લે છે, જેનો આસ્પેક્ટ રેશિયો 16:9નો છે અને તે જીવંત દેખાતી ઇમેજ જોવા માટે 10-bit RGB 'deep color'ને સપોર્ટ કરે છે.

મોનિટરમાં Indium Gallium Zinc Oxide (IGZO)નો ઉપયોગ કરાયો છે, જે આ વર્ષે આવનરા આઇફોન 5એસનાં ડિસ્પ્લેમાં પણ હશે તેવી અટકળો છે. IGZO ટેક્નોલોજી સિલિકોનની સરખામણીમાં વીજળીનો ઓછો વપરાશ કરે છે અને પ્રાપ્ય સ્પેસમાં વધારો કરે છે. સૌથી જાડી બાજુએ 35 એમએમની જાડાઇ ધરાવતું PQ321Q પહેલું True 4K UHD કન્ઝ્યુમર મોનિટર છે.