Pix: 'કિંગ ઓફ રોમાન્સ'ના અંતિમ દર્શન માટે ઉમટ્યું'તું બોલિવૂડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(શાહરૂખ ખાન (ડાબે) અને યશ ચોપડાની અર્થી)

મુંબઇ:
બોલિવૂડમાં 'કિંગ ઓફ રોમાન્સ' માત્ર બે લોકોને કહેવાય છે, યશ ચોપડા અને શાહરૂખ ખાન. તેમણે ફિલ્મ 'સિલસિલા' અને 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' જેવી કેટલીક યાદગાર રોમેન્ટિક ફિલ્મ્સ બનાવી. યશ ચોપડા દારૂ અને સિગરેટથી દૂર હતાં, પણ ખાવાના શોખીન હતાં. 27 સપ્ટેમ્બર 1932માં લાહોરમાં જન્મેલા યશ ચોપડાની આજે પુણ્યતિથિ છે.
યશ ચોપડાના નિધનથી શાહરૂખ ખાનને ખૂબ દુ:ખ પહોંચ્યો હતો. શાહરૂખ ખાન જ્યારે લીલાવતી હોસ્પિટલના 11માં માળે ઇન્ટેન્સિવ કેર યુનિટમાં પહોંચ્યો હતો, ત્યારે સામે યશજીનો પાર્થિવ દેહ જોઇને તે પોતાની પર કાબુ ગુમાવી બેઠો હતો. તેણે અશ્રુ ભીની આંખે યશજીના માથાને ચૂમી લીધું હતું. યશ ચોપડાના પાર્થિવ દેહને જુહૂ સ્થિત ઘરે લઇ જતી વખતે, પણ એમ્બ્યુલન્સમાં શાહરૂખ તેમની સાથે હતો.
1959માં ડિરેક્ટ કરી પહેલી ફિલ્મ

યશ ચોપડાએ સહાયક નિર્દેશક તરીકે કરિયરની શરૂઆત મોટા ભાઇ બીઆર ચોપડા અને આઇએસ જોહર સાથે કરી હતી. વર્ષ 1959માં તેમણે પહેલી ફિલ્મ 'ધૂલ કા ફૂલ' ડિરેક્ટ કરી હતી. ઘણી સફળ ફિલ્મ્સ પછી 1973માં તેમણે પોતાની પ્રોડક્શન કંપની યશરાજ ફિલ્મ્સની સ્થાપના કરી હતી.

ઘણા સ્ટાર્સને બનાવ્યાં સુપરસ્ટાર

યશ ચોપડાએ તેમની ફિલ્મ્સ દ્વારા ઘણાને સુપરસ્ટાર બનાવ્યાં. 1975માં ફિલ્મ 'દીવાર'થી મહાનાયક અમિતાભ બચ્ચનની 'એન્ગ્રી યંગ મેન'ની છબી બનાવી. અમિતાભના લીડ રોલવાળી પાંચ ફિલ્મ્સ 'દીવાર' (1975), 'કભી-કભી' (1976), 'ત્રિશૂલ' (1978), 'કાલા પત્થર' (1979), 'સિલસિલા' (1981) યશ ચોપડાની યાદગાર ફિલ્મ્સ છે. બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન સાથે નિર્દેશક તરીકે યશ ચોપડાએ 'ડર', 'દિલ તો પાગલ હૈ' અને 'વીર ઝારા' જેવી બ્લોકબસ્ટર ફિલ્મ્સ બનાવી. શાહરૂખ સાથે યશ ચોપડાની અંતિમ ફિલ્મ 'જબ તક હૈ જાન' હતી.

રોમેન્ટિક ફિલ્મ્સના જાદૂગર

યશ ચોપડાને રોમેન્ટિક ફિલ્મ્સના જાદૂગર માનવામાં આવતાં હતાં. તેમની છેલ્લી ફિલ્મ 'જબ તક હૈ જાન' પણ રોમેન્ટિક હતી. 2012માં તેમણે 80માં જન્મદિવસ પર કહ્યું હતું કે આ તેમની છેલ્લી ફિલ્મ છે અને હવે તેઓ નિવૃત્ત થઇ પરિવારને સમય આપવા માગે છે. યશ ચોપડા નિવૃત્ત તો થઇ ગયાં પણ પરિવારને સમય ન આપી શક્યાં. 21 ઓક્ટોબર, 2012ના રોજ ડેંગ્યૂના લીધે તેમનું નિધન થયું હતું.
યશ ચોપડાનો પરિવાર

તેમની પત્નીનું નામ પામેલા ચોપડા છે. યશ અને પામેલાના બે પુત્ર આદિત્ય અને ઉદય છે. મોટો પુત્ર આદિત્ય નિર્દેશક છે. તેણે હાલમાં જ અભિનેત્રી રાની મુખર્જી સાથે લગ્ન કર્યાં છે. ત્યાં જ, નાનો પુત્ર ઉદય ચોપડા અભિનેતા છે. આજકાલ તે એક્ટિંગ ઉપરાંત ફિલ્મ નિર્માણમાં નસીબ અજમાવી રહ્યો છે.
મળી ચૂક્યાં છે કેટલાય પુરસ્કાર

2001માં યશ ચોપડાને ભારતીય સિનેમાના સર્વોચ્ચ દાદા સાહેબ ફાળકે એવોર્ડ અને 2005માં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ફિલ્મ્સની શૂટિંગ માટે યશ ચોપડા સ્વિટ્ઝરલેન્ડ વધારે પસંદ કરતાં. ઓક્ટોબર 2010માં સ્વિટ્ઝરલેન્ડમાં તેમને એક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેમના નામ પરથી ત્યાં એક સડક પણ છે અને એક ટ્રેન પણ ચલાવવામાં આવી છે.
આગળ જુઓ, યશ ચોપડાના અંતિમ દર્શન માટે આવી પહોંચેલા સ્ટાર્સની તસવીરો...