જાણીતા ફિલ્મ ડિરેક્ટરના પુત્રના લગ્નમાં ઉમટ્યું ટોલિવૂડ, તસવીરોમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ડાબેથી તબ્બુ, પ્રકાશ રાવ તથા કનિકા)
હૈદરાબાદઃ'હિંમતવાલા', 'ધોખેબાઝ', 'આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા' અને 'મેરે સપનો કી રાની' જેવી બોલિવૂડ ફિલ્મ્સનું ડિરેક્શન કરનાર કે. રાઘવેન્દ્ર રાવના પુત્ર પ્રકાશ રાવના લગ્નના રિસેપ્શનમાં બોલિવૂડ અને ટોલિવૂડની અનેક હસ્તીઓ હાજર રહ્યાં હતાં. જયાપ્રદા તથા તબ્બુ ખાસ હાજર રહ્યાં હતાં.

તેલુગુ ફિલ્મ 'નીથો'થી પ્રકાશ રાવે પોતાની કરિયરની શરૂઆત કરી છે. 'મોર્નિંગ રાગા' અને 'બોમ્મલાટા' જેવી ફિલ્મ્સમાં પ્રકાશ રાવે શાનદાર અભિનય કર્યો હતો. પ્રકાશ રાવે નેશનલ એવોર્ડ પણ જીત્યો છે. પ્રકાશે અભિનેત્રી કનિકા સાથે લગ્ન કર્યા છે. હૈદરાબાદમાં યોજાયેલ રિસેપ્શનમાં મેગા સ્ટાર ચિરંજીવી, રામ ચરન તેજા, નાગા ચૈતન્ય, નાગા બાબૂ, કોરટાલા શિવા, અનુષ્કા શેટ્ટી, રવિ બાબુ, સર્વાનંદ, જુનિયર એનટીઆર તથા અન્ય ઘણી હસ્તીઓ હાજર રહી હતી.

આગળની તસવીરોમાં જુઓ વેડિંગ રિસેપ્શન....