અભિનેત્રીનાં ગાઉનમાં ઘુસનાર પત્રકારે બ્રાડ સાથે કરી આવી હરકત!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોલિવૂડ ફિલ્મ 'માલેફિસેન્ટ'નો તાજેતરમાં જ પ્રીમિયર શો લોસ એન્જલ્સમાં યોજાઈ ગયો. આ ફિલ્મમાં એન્જલિના જોલી છે. પ્રીમિયર પ્રસંગે એન્જલિના જોલી અભિનેતા બ્રાડ પીટ તથા બાળકો સાથે આવી હતી.
અલબત્ત, પ્રીમિયર શોમાં યુક્રેનના પત્રકાર વીટ્ટાલી સેડીકે કોરિડોર તોડીને રેડ કાર્પેટમાં ઘુસી આવ્યો હતો. તેણે બ્રાડ પીટની નજીક ગયો હતો અને તેને તમાચો ઝીંકી દીધો હતો, સિક્યોરિટીના જવાનોએ અનેકવાર વીટ્ટાલીને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે માન્યો નહોતો. તે સતત પીટના ચહેરા સામે તાકી રહ્યો હતો અને તેણે બ્રાડને થપ્પડ મારી દીધી હતી. પોલીસે વીટ્ટાલીને પકડીને લઈ ગઈ હતી.
પોલીસ સ્ટેશનમાં વીસ હજાર ડોલરના બોન્ડ પર વીટ્ટાલીને જામીન મળ્યાં હતાં. સુરક્ષા જવાનો વીટ્ટાલીને ઉંચકીને લઈ ગયા હતાં. એક સમયે તો બ્રાડ પીટ આ ઘટનાથી ઘણો જ હેબતાઈ ગયો હતો.
નોંધનીય છે કે વીટ્ટાલીએ આ પહેલાં કાન્સમાં અભિનેત્રી અમેરિકા ફેરેરાનાં ગાઉનમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. આ પહેલાં 2012માં વીલ સ્મિથને વીટ્ટાલીએ કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેને કારણે વીલ સ્મિથે તેને તમાચો ચોડી દીધો હતો.
તસવીરોમાં વીટ્ટાલીની બેશરમ હરકતો....