Pix: પરસેવે ન્હાયેલી વિદ્યાનો આઉટફિટ અને વિચિત્ર હરકતો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં જ વિદ્યા બાલનની અપકમિંગ ફિલ્મ 'બોબી જાસૂસ'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું. મુંબઇના પીવીઆર સિનેમામાં આયોજીત આ લોન્ચિંગ ઇવેન્ટમાં ફિલ્મની સ્ટારકાસ્ટ અને ક્રૂ મેમ્બર્સ હાજર હતાં. અહીં વિદ્યા ખૂબ પરસેવે ન્હાયેલી જોવા મળી.
'બોબી જાસૂસ' ફિલ્મ એક એવી યુવતી (બોબી)ની કહાણી છે, જે હૈદરાબાદના ઓલ્ડ સિટી એરિયામાં રહે છે અને જાસૂસ બનવાનું સપનું જુએ છે. સમર શેખના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મને દિયા મિર્ઝા અને સાહિલ સંઘાએ રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે.
ફિલ્મમાં લીડ એક્ટ્રેસ વિદ્યા બાલન સિવાય અલી અફઝલ, વિનય શર્મા, ગંગાઘર પાંડે, અનુપ્રિયા ગોયનકા, અર્જન બાજવા, સુપ્રિયા પાઠક, તનવી આઝમી, ઝરીના વહાબ અને કિરણ કુમાર પણ મહત્વની ભૂમિકામાં છે. શાંતનુ મોઇત્રાએ આ ફિલ્મમાં મ્યૂઝિક આપ્યું છે. 'બોબી જાસૂસ' 4 જુલાઇ, 2014ના રોજ રીલિઝ થશે.
આગળ જુઓ, 'બોબી જાસૂસ'ના ટ્રેલર લોન્ચની તસવીરો...