• Gujarati News
  • Sushmita Sen And Shilpa Shetty At Lakme Fashion Week 2014

Lakme Fashion Weekમાં શિલ્પા શેટ્ટી-સુસ્મિતાનો સુપરહોટ અંદાજ, Pix

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ડાબે, શિલ્પા શેટ્ટી અને સુસ્મિતા સેન)
મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી લેકમે ફેશન વીકમાં ફેશન ડિઝાઈનર મસાબાના ડિઝાઈન કરેલા આઉટફિટ પહેર્યાં હતાં. જ્યારે સુસ્મિતા સેને ડિઝાઈનર અમિત અગ્રવાલે ડિઝાઈન કરેલા આઉટફિટ પહેર્યાં હતાં. બંને અભિનેત્રીઓ એકદમ સેક્સી એન્ડ હોટ લાગતી હતી.

શિલ્પાએ બ્લેક પ્રિન્ટેડ કટ-આઉટ ગાઉન દુપટ્ટા સાથે પહેર્યું હતું. શિલ્પાએ કહ્યું હતું કે તેણે મસાબાના આઉટફિટને પૂરતો ન્યાય આપ્યો હશે. મસાબાએ પોતાના કલેક્શનને વન્ડરેસ નામ આપ્યું હતું.

સુસ્મિતા સેને અમિત અગ્રવાલે ડિઝાઈન કરેલા આઉટફિટ પહેર્યાં હતાં અને તેણે કહ્યું હતું કે આઉટફિટ પહેર્યાં બાદ તે પોતાની જાતને વધુ સેક્સી માને છે. નોંધનીય છે કે લેકમે ફેશનવીક 24 ઓગસ્ટ સુધી મુંબઈમાં ચાલશે. મનિષ મલ્હોત્રાના શોમાં કરિના કપૂર શો-સ્ટોપર તરીકે આવવાની છે.
(આગળ લેકમે ફેશન વીકમાં સુસ્મિતા, શિલ્પાનો અંદાજ...)