'રામ-લીલા'ના ગુજ્જુ ડોન ધનકૌર આવ્યા આ અંદાજમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં વિદ્યા બાલનની આગામી ફિલ્મ 'બોબી જાસુસ'નું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલર રીલિઝ ઈવેન્ટમાં ફિલ્મની નિર્માત્રી દિયા મિર્ઝાથી લઈ અભિનેત્રી વિદ્યા સુધીની અનેક બોલિવૂડ હસ્તીઓ સામેલ થઈ હતી.આ ઈવેન્ટમાં ખાસ કરીને સુપ્રિયા પાઠક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.તેઓ જાહેર ઈવેન્ટ્સ કે પાર્ટીઝમાં ભાગ્યે જ જોવા મળે છે, ત્યારે આ ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં આવીને સૌ કોઈને અચંબિત કરી દીધા હતાં.

એક જમાનાના સ્વર્ગસ્થ અભિનેત્રી દીના પાઠકના પુત્રી અને પંકજ કપૂરના બીજી પત્ની સુપ્રિયા પાઠક શાહીદ કપૂરના સાવકા માતા છે.તેમજ મૂળ તેઓ ગુજરાતના અમરેલીના રહેવાસી છે.છેલ્લા ઘણા સમયથી તેઓ સિલ્વર સ્ક્રિનથી દૂર હતાં, પરંતુ ગત વર્ષે રીલિઝ થયેલી સંજય લીલા ભણશાળીની 'રામ-લીલા'માં ધનકૌરનું પાત્ર નિભાવી ફરીવાર છવાઈ ગયા હતાં. આ નેગેટીવ પાત્ર માટે તેને એવોર્ડ્સ પણ મલ્યા છે.
સુપ્રિયાની તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો