• Gujarati News
  • Shraddha And Shahid Get Touchy feely At Haider Promotions

શ્રદ્ધા-શાહીદની Touchy-Feely, ડાન્સ કરી ચાહકોને કરાવી મજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ શાહીદ કપૂર અને શ્રદ્ધા કપૂર)
મુંબઈઃગઈકાલે(15 ઓગસ્ટ)શાહીદ કપૂર અને શ્રદ્ધા કપૂર તેની આગામી ફિલ્મ 'હૈદર'નું પ્રમોશન કરવા માટે પાર્લેમાં ઉમંગ કોલેજ ફેસ્ટીવલમાં પહોંચ્યા હતાં. આ દરમિયાન બન્નેએ સ્પર્શનો આનંદ માણ્યો હતો. માત્ર એટલું જ નહીં, બન્નેની કેમેસ્ટ્રી પણ જામી રહી હતી. તેમણે સ્ટેજ પર ડાન્સ કરી વિદ્યાર્થીઓને ડોલાવવા સાથે ચાહકોને પણ મળ્યા હતાં. તેમજ શાહીદ તો સેલ્ફી ખેંચવાનું પણ ભૂલ્યો નહોતો. આ બન્ને સ્ટાર સિવાય ફિલ્મના નિર્દેશક વિશાલ ભારદ્વાજ પણ તેની સાથે જોવા મળ્યા હતાં.
આ ફિલ્મમાં શાહીદ અલગ જ લૂકમાં જોવા મળશે. તેમણે તેના પાત્ર માટે હેરસ્ટાઈલ પણ બદલાવી છે અને તેનો આ લૂક મીડિયામાં ચર્ચાનો વિષય બની ચુક્યો છે. આ ફિલ્મ શેક્સપિયરની વિખ્યાત કૃતિ 'હેમ્લેટ' પર આધારિત છે. શાહીદ અને શ્રદ્ધા સિવાય આ ફિલ્મમાં તબુ અને ઈરફાન ખાન પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આગામી 2 ઓક્ટોબરના રોજ રીલિઝ થશે.
શ્રદ્ધા-શાહીદની Touchy-Feely અને ડાન્સ જોવા આગળ ક્લિક કરો