6 મહીનામાં શાહરૂખે બનાવ્યા 8 પેક એબ્સ, આ રીતે બનાવ્યું કસાયેલુ બદન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ હેપ્પિ ન્યૂયર માટે શાહરૂખે બનાવેલી બોડી)
મુંબઈઃ 'હેપ્પી ન્યૂયર'માં શાહરૂખ ખાને 8 પેક એબ્સ બનાવી સૌ કોઈને ચોંકાવી દીધા છે. આ પહેલા તેમણે 'ઓમ શાંતિ ઓમ'માં 6 પેક એબ્સ બનાવ્યા હતાં. શારૂખનો ટ્રેનર પ્રશાંત સાવંત જણાવે છે કઈ રીતે કરી તેની કાયાપલટ...
પ્રશાંત સાવંત ગત એક દાયકાથી શાહરૂખ ખાનની ફિટનેસનું ધ્યાન રાખે છે. તે જણાવે છે કે, સિક્સ કે એઈટ પેક એબ્સ બનાવવામાં કોઈ વધુ ફેર નથી, બસ ખૂબ મહેનત કરવી પડે છે. આ માટે યોગ્ય તાલીમ અને પેશન જરૂરી છે. કોઈપણ વ્યક્તિ એઈટ પેક બનાવી શકે છે, પણ તેમણે શાહરૂખની જેમ શિસ્તબદ્ધ હોવાની સાથે જ ખૂબ જ કસરત કરવી પડશે. ડાયેટ અંગે તેનું કહેવુ છે કે, બસ એક દિવસ ડાયટ કરો અને બાકીના દિવસે સામાન્ય ભોજન કરો.
તેમણે આગળ જણાવ્યું કે,'શાહરૂખને એઈટ પેક બનાવવામાં છ મહિનાનો સમય લાગ્યો, જ્યારે બીજા કોઈને એક વર્ષ લાગી શકે છે. આ બધી બાબતો વ્યક્તિના મેટાબોલિઝમ પર નિર્ભર હોય છે.હું શાહરૂખને 'અશોકા' સમયથી ટ્રેન કરી રહ્યો છુ. શાહરૂખનું મેટાબોલિઝમ રેટ હાઈ છે. 'ચેન્નઈ એક્સપ્રેસ' બાદ તેમણે ખભાની સર્જરી કરાવી. અમે રિહેબ ટ્રેનિંગ શરૂ કરી જ હતી, એવામાં 'હેપ્પિ ન્યૂયર'ના સેટ પર તેના ઘુંટણમાં ઈજા થઈ ગઈ. આ ઈજામાંથી બહાર આવતા અઢી મહિના લાગ્યા. તે સમયે તે એક પાઉન્ડ વજન પણ ઉઠાવી શકતો ન હતો'

The SRK way
પ્રશાંતે કહ્યું કે, શાહરૂખ પોતાની બોડીને લઈ થોડો શરમાળ છે. તેના મુજબ 'જીમમાં તેના સિક્સ પેક એબ્સની તસવીર લાગી હતી અને અમે બન્ને જાણતા હતાં કે, અમારે તેને રિપ્લેસ કરવા માટે તેનાથી સારુ પરિણામ જોઈએ છે. શાહરૂખનું બોડી એથ્લેટનું છે. મેં એક ટ્રેનર તરીકે વર્કઆઉટ અને ડાયટમાં જે બદલાવ કર્યો, તેમણે તે મુજબ તેને તૈયાર કર્યો. ક્યારેય મને કોઈ સવાલ પૂછ્યો નહીં. તેના વિશ્વાસ અને અમારી બોન્ડીગનું પરિણામ સારુ આવ્યું. તે હંમેશા નવી ટેકનોલોજીનો પ્રયોગ કરવા માટે આતુર રહે છે. 49ની ઉંમરમાં શાહરૂખે જે બોડી બનાવી છે, તે જોઈ લોકો અચંબિત છે'
પ્રશાંત મુજબ શાહરૂખ અન્ય લોકો માટે પ્રેરણા છે કે, કોઈપણ ગમે તે ઉંમરે બોડી બનાવી શકે છે. બસ શાહરૂખની જેમ આત્મ નિયંત્રણ, સમર્પણ અને ઈરાદો હોવો જોઈએ.
Working it out
સપ્તાહમાં શાહરૂખ પાંચ દિવસ, એક કલાક અને 20 મિનિટ કસરત કરતો હતા. તેનો સમય રાત્રિના 2થી 3ની વચ્ચે રહેતો હતો. પ્રશાંતે વર્ક આઉટમાં ફંકશનલ અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ સાથે સસ્પેન્શન અને વેટ ટ્રેનિગ સામેલ કરી. તે શાહરૂખ માટે ખાસ વાયબ્રેટિંગ ડંબલ્સ લઈને આવ્યા. અન્ય ટ્રેનિંગમાં પાવર પ્લે ટેકનોલોજી(તેમના ખભા માટે સારી રહી) અને 10 મિનિટનું કાર્ડીયો પણ સામેલ છે.સ્ટમક ક્રંચજ તો તે હંમેશા કરતો હતો. દર 15 મિનિટ દિવસ અથવા એક મહિનામાં પ્રશાંત તેનો વર્ક આઉટ બદલતો રહેતો. શાહરૂખ હંમેશા આરોગ્યપ્રદ ખોરાક લે છે અને પાર્ટીઝમાં પણ તે આ બાબતનું ધ્યાન રાખે છે. તે બાળપણથી જ સ્પોર્ટ્સ પર્સન રહ્યો છે. તે હોકી અને ફુટબોલ રમી ચુક્યો છે.

SRK’s diet
1. Eggs with two pieces of brown bread
2. Coffee
3. Chicken sandwiches
4. Chicken salad
5. Protein supplement through the day
6. Snacks of white egg omelette/sweet potato
7. Grilled fish or chicken or stir fried vegetables for dinner
8. The last one month we added an extra meal of chicken every day
શાહરૂખને જીમમાં બોડી બનાવતો જોવા આગળ ક્લિક કરો