સલમાન મોદીની શપથ વિધિમાંથી ફર્યો પરત,જોવા મળ્યો ગુસ્સામાં!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
26મેના રોજ નરેન્દ્ર મોદીએ દેશના 15માં વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા હતાં. આ શપથ સમારોહમાં દેશ અને વિદેશની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. ખાસ કરીને ફિલ્મ જગત છવાયેલુ રહ્યું હતું. આ સમારોહમાં વિવેક ઓબેરોયથી લઈ સલમાન ખાન સુધીના સ્ટાર્સ સામેલ થયા હતાં.

આ સમારોહના સમાપન બાદ સલમાન ખાન મુંબઈ પરત ફર્યો હતો. આ દરમિયાન સલમાન કેમેરામાં કેદ થયો હતો. સલમાનને જોઈ લાગી રહ્યું હતું કે તે ગુસ્સામાં છે અથવા કોઈ વાતથી નારાજ છે. આ રીતે તે મોટા ભાગે જોવા મળતો નથી.તેની આ નિરાશા કે ગુસ્સા પાછળનું કારણ ગરમી છે કે સમારોહમાં આવેલો વિવેક ઓબેરોય તે અંગે તેને જ ખબર. પરંતુ એક વાત ચોક્કસ છે કે સલમાન ખુશ તો નહોતો લાગી રહ્યો.
મુંબઈ પરત ફરેલા સલમાનની તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો