સલમાને શાહરૂખની 'હેપ્પી ન્યૂ યર'ની કરી પ્રશંસા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર: સલમાન ખાન)
મુંબઇ: થોડા સમય અગાઉ ધારાસભ્ય બાબા સિદ્દીકીની ઇફ્તાર પાર્ટીમાં ગળે મળનાર અભિનેતા સલમાન અને શાહરૂખ ખાન વચ્ચે અંતર ઘટતું હોય એવું લાગી રહ્યું છે.
શુક્રવારે શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ 'હેપ્પી ન્યૂ યર'નું ટ્રેલર લોન્ચ થતાં સલમાને તેના ટ્વિટર પર વખાણ કર્યા હતાં. સલમાને ટ્વિટ કરતાં લખ્યુ હતુ કે, "Jst saw happy new year ka promo, its Kick ass".

ઉલ્લેખનીય છે કે, અગાઉ એક ઇવેન્ટમાં સલમાને શાહરૂખના વખાણ કરતાં તેને બોલિવૂડનો કિંગ ગણાવ્યો હતો.