• Gujarati News
  • Salman Khan Decorates Entire Galaxy Apartment Building

સલમાનનું 'ગેલેક્સી' એપાર્ટમેન્ટ ઝળહળી ઉઠ્યું, 'નવવધુ'ની જેમ શણગાર્યું ઘર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃસલમાનનો ગેલેક્સી એપાર્ટમેન્ટ)
મુંબઈઃસલમાન ખાનની લાડલી બહેન અર્પિતાના લગ્ન આડે ગણતરીની કલાકો જ બાકી છે, ત્યારે સલમાન તેમાં કોઈ કચાશ રાખવા માગતો નથી.આ દિવસને અર્પિતાની જિંદગીનો શ્રેષ્ઠ દિવસ બનાવવા તમામ પ્રકારની તૈયારીઓ આદરવામાં આવી છે.સલમાને સૌ પહેલા લગ્ન માટે હૈદરાબાદનો ફલકનુમા પેલેસ બુક કરાવ્યા બાદ હવે મુંબઈનો તેનું ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ શણગારવામાં આવ્યું છે. સમગ્ર એપાર્ટમેન્ટને ફુલો અને રોશનીથી સજાવાયુ છે.
ગેલેક્સી એપાર્ટમેન્ટને નવવધુની જેમ શણગાર સજાવતા બાન્દ્રામાં કોઈ તહેવાર ચાલી રહ્યો હોય તેમ લાગે છે.માત્ર એટલું જ નહીં સલમાન ચાહકો પણ આ શણગારાયેલા એપાર્ટમેન્ટને
જોવા પહોંચી જાય છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું કે,'સલમાને માત્ર ઘરની બિલ્ડીંગને જ નહીં સમગ્ર ઘરને ફુલો અને રોશનીથી શણગાર્યું છે'
સલમાનના નવવધુની જેમ શણગાર સજેલા ગેલેક્સી એપાર્ટમેન્ટની તસવીરો જોવા આગળ ક્લિક કરો