તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Salman Khan Calls Oscar Winner Musician A R Rahman An Average Person

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સલ્લુએ રહેમાનને કહ્યો સામાન્ય, લોન્ચિંગમાં બોલિવૂડ હસ્તીઓ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડ સ્ટાર સલમાન ખાને 27 ફેબ્રુઆરીના રોજ સંગીતકાર એ આર રહેમાન અને કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલના મ્યૂઝિક આલ્બમ 'રોનક'ને લોન્ચ કર્યું હતું. આ પ્રસંગે અનિલ કપૂર, જેકી શ્રોફ, અભિનેત્રી જયા પ્રદા, અદનાન સામી, અમર સિંહ સહિતની હસ્તીઓ જોવા મળી હતી.
'રોનક'ના આલ્બમ લોન્ચિંગ સમયે સલમાન ખાને કહ્યુ હતુ કે આ આલ્બમના લોન્ચિંગ પ્રસંગે હાજર રહેવાનું તેને સૌભાગ્ય મળ્યું તે તેના માટે આનંદની વાત છે. આલ્બમના ગીતો સારા છે.
સલમાને એ પણ કહ્યુ હતુ કે તેની અને રહેમાનની વચ્ચે 'જય હો' એક સમાનતા છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની ફિલ્મ 'જય હો' હાલમાં જ રીલિઝ થઈ છે અને 'સ્લમડોગ મિલિયોનર'નું ગીત 'જય હો' રહેમાનનુ લોકપ્રિય ગીત છે.
'રોનક'માં તમામ ગીતો કપિલ સિબ્બલે લખ્યા છે અને આ ગીતોને લતા મંગેશકર, શ્રેયા ઘોષાલ સહિતની હસ્તીઓએ સ્વર આપ્યો છે. 'રોનક' માટે કપિલ સિબ્બલે રહેમાનને 27 ગીતો મોકલ્યા હતાં અને તેમાંથી રહેમાને સાત ગીતોની પસંદગી કરીને આલ્બમ બનાવ્યો છે.
આગળની તસવીરોમાં જુઓ મ્યૂઝિક લોન્ચ....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો