• Gujarati News
  • Priyanka Chopra Attends Music Success Party Of Mannara's 'Zid'

બેન મનારા સાથે માણી પ્રિયંકાએ પાર્ટીની મજા, રોકસ્ટાર અંદાજ મળ્યો જોવા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ પ્રિયંકા બહેન મનારા સાથે)
મુંબઈઃ બોલિવૂડમાં એક નવી અભિનેત્રી આવી રહી છે. અભિનેત્રી મનારા 'ઝિદ' ફિલ્મથી એન્ટ્રી કરી રહી છે. મનારાએ પ્રિયંકાની કઝિન છે. પ્રિયંકાએ પોતાની કઝિનની ફિલ્મને પ્રમોટ કરી હતી. આ ફિલ્મના મ્યૂઝિક સક્સેસ પાર્ટીમાં પ્રિયંકા રોક સ્ટાર જેવી લાગતી હતી.

પ્રિયંકાએ ડોલ્સ એન્ડ ગબ્બાનાના આઉટફિટ પહેર્યાં હતાં. પ્રિયંકા તેના ભાઈ સિદ્ધાર્થ સાથે હાજર રહી હતી. પ્રિયંકાએ અહીંયા પોતાની કઝિન સાથે સમય પસાર કર્યો હતો અને મસ્તી કરી હતી.

આ પ્રસંગે ફિલ્મ અભિનેતા કરનવીર શર્મા તથા ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી, નિર્માતા અનુભવ સિંહા હાજર રહ્યાં હતાં. આ ફિલ્મ 28મી નવેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે.

આગળ ક્લિક કરીને જુઓ પ્રિયંકા અને મનારાનો ખાસ અંદાજ....