પ્રિયંકા થઈ ભાવુક, પિતાને યાદ કરી બાપ્પા સામે રડી પડી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ બાપ્પાના દર્શન સમયે ભાવુ થયેલી પ્રિયંકા)
મુંબઈઃથોડાં દિવસો પહેલા દિવ્યભાસ્કર.કોમએ પ્રિયંકા અંધેરી ચા રાજાની ભક્ત હોવાથી તે તેની મુલાકાત લેશે એવો અહેવાલ આપ્યો હતો. આ અહેવાલ 10 સપ્ટેમ્બરની સાંજે ખરો પડ્યો હતો. પ્રિયંકાએ અંધેરી ચા રાજાના પંડાલમાં જઈ બાપ્પાની મૂર્તિના દર્શન કર્યા હતાં.
બાપ્પાના દર્શને પહોંચેલી પ્રિયંકાએ લાગણીઓ પરથી કાબુ ગુમાવતા બીજા ભક્તોને પણ આશ્ચર્યમાં પડી ગયા હતાં.સૂત્રોના જણાવ્યા મુજબ'પ્રિયંકા જ્યારે પ્રાર્થના કરી રહી હતી ત્યારે ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી અને તેની આંખમાંથી આંસુઓ સરી પડ્યા હતાં'

પ્રિયંકાની નકટના સૂત્રોએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે,'આ બે પ્રકારની પ્રતિક્રિયા હતી, એક તો તેને દર વર્ષે સાથે રહેતા પિતા ડૉ.અશોક ચોપરાની યાદ આવી ગઈ હતી અને બીજી વાત બોક્સ ઓફિસ પર મેરીકોમ સફળ થવાની ઈચ્છા ફળીભૂત થઈ હતી. પ્રિયંકા તેની કારકિર્દીને લઈ ખુશ છે, તે શાનદાર રીતે આગળ વધી રહી છે'
આ દરમિયાન પ્રિયંકા ચોપરા સાથે 'મેરીકોમ'ના સહ અભિનેતા દર્શન કુમાર અને માતા મધુ ચોપરા પણ પહોંચ્યા હતા.
બાપ્પાના દર્શને પહોંચેલી પ્રિયંકાની તસવીરો જોવા આગળ ક્લિક કરો