થિયેટર માટે રણબિરના દાદા માગતા પૈસા, મળ્યો'તો ફાળકે એવોર્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દી સિનેમા સાથે લાખો લોકોની રોજગારી સંકળાયેલી છે. આપણા હિન્દી ફિલ્મ ઉદ્યોગને 100 વર્ષ થઈ ગયા છે. આ 100 વર્ષની યાત્રા દરમિયાન અનેક દિગ્ગજો આવ્યા અને ગયા. આ યાદીમાં પૃથ્વીરાજ કપૂરનું પણ નામ છે. પૃથ્વીરાજને હિન્દી સિનેમાના પાયાના પથ્થર ગણવામાં આવે છે. આજે પૃથ્વીરાજ કપૂરની 42મી પૂણ્યતિથિ છે. પૃથ્વીરાજનો જન્મ 3 નવેમ્બર 1906ના રોજ ગુલામ હિન્દુસ્તાનના પેશાવરમાં થયો હતો. જ્યારે તેમનું નિધન 29 મે 1972ના રોજ મુંબઈમાં થયુ હતું. જોકે આજે તો તેની ચોથી પેઢી ફિલ્મ જગતમાં સક્રિય છે. પૃથ્વીરાજના ત્રણ સંતાનોમાંના રીશી કપૂર અને રણધીરના સંતાનો ટોચના સ્ટાર્સ છે.
થિયેટર ખોલવા માગતા હતા પૈસા
હિન્દી થિયેટરના વિકાસમાં પૃથ્વીરાજ કપૂરનું યોગદાન ક્યારેય ભુલાવી શકાશે નહીં, તેમણે એકલા હાથે થિયેટર સ્થાપિત કરવાની પહેલ કરી હતી. અલ્હાબાદમાં મહાકુંભ દરમિયાન શો બાદ પૃથ્વીરાજ ગેટ પર ઉભા રહી પૈસા માગતા અને લોકો તેમાં યથાશક્તિ યોગદાન પણ આપતા. આ કામ પૃથ્વીરાજ કપૂર જેવા મહાન અભિનેતા પૃથ્વી થિયેટરને સ્થાપિત કરવા માટે કરતા હતાં. તેમણે વર્ષ 1944માં પૃથ્વી થિયેટરની સ્થાપના કરી અને 16 વર્ષ સુધી તેનું સંચાલન કર્યું. તેમને અભિનય પ્રત્યે એટલો લગાવ હતો કે કાયદાનો અભ્યાસ પણ અધૂરો છોડી દીધો હતો.
કારકિર્દીની શરૂઆત

પૃથ્વીરાજે હિન્દી સિનેમાની પ્રથમ બોલતી ફિલ્મ 'આલમ આરા' (1931)થી અભિનય કારકિર્દી શરૂ કરી હતી. અરદેશર ઈરાની નિર્દેશિત આ ફિલ્મ 14 માર્ચ 1931ના રોજ રીલિઝ થઈ હતી. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન 18 ફિલ્મ્સમાં કામ કર્યું, જેમાં તેમણે 'આનંદમઠ', 'સિકંદર', 'છત્રપતિ શિવાજી', 'મુઘલ-એ-આઝમ' જેવી ફિલ્મ્સનો સમાવેશ થાય છે.

એવોર્ડ અને સન્માન

1954– સંગીત નાટક અકાદમી ફેલોશીપ
1956–સંગીત નાટક અકાદમી એવોર્ડ
1969– પદ્મ ભૂષણ
1972– દાદા સાહેબ ફાળકે એવોર્ડ
પૃથ્વી રાજ કપૂરની તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો