MYSTERIOUS LIFE: રાનીનો પતિ આદિ કેમ રહે છે ચૂપ અને એકલો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એકવાર શાહરૂ ખાને કહ્યુ હતુ કે આદિત્ય ચોપરા નામની કોઈ વ્યક્તિ નથી, તે એક અદ્રશ્ય શક્તિ છે. શાહરૂખના કહેવાનો અર્થ એમ હતો કે શો બિઝનેસમાં હોવા છતાંય આ વ્યક્તિ ક્યારેય ઈન્ટરવ્યૂ આપતી નથી કે પછી ટીવી પર પણ જોવા મળતી નથી. ત્યાં સુધી પોતાની ફિલ્મ્સની સફળતાની સક્સેસ પાર્ટીમાં પણ આદિત્ય હાજર રહેતો નથી.
આદિત્ય ચોપરાને કોઈ પણ જાતનો ઘોંઘાટ કે વ્યક્તિગત પ્રચાર પસંદ નથી. પોતાના પિતાની ફિલ્મ ' જબ તક હૈં જાન' આદિત્યે લખી હતી પરંતુ પ્રીમિયરમાં પણ તે હાજર રહ્યો નહોતો. આદિત્ય ચોપરાના આસિસ્ટન્ટ તરીકે કરન જોહરે પોતાની કરિયર શરૂ કરી હતી પરંતુ તેને સતત લાઈમ-લાઈટમાં રહેવું પસંદ છે. ગુરુ ગુપ્ત રહે છે અને શિષ્ય પ્રચારની એક તક પણ છોડતો નથી. આદિત્ય ચોપરા પોતાની તમામ શક્તિ માત્ર કામમાં લગાવે છે. આ એક પ્રકારની સાધના છે.
યશચોપરાનો આ પુત્ર કિશોરાવસ્થાથી જ શાંતિ અને એકલો રહે છે. કિશોરાવસ્થાની ચપળતા પણ ક્યારેય તેનામાં જોવા મળી નથી. તે કાચી ઉંમરથી જ દર શુક્રવારે ફિલ્મ જોવા જતો અને ઘરે આવી જતો. ફિલ્મ વિષે વિચારતો.આદિત્યના સમયે યશરાજ બેનર આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે.
તે દિવસોમાં 'દિવાના', 'બાજીગર' અને 'કરન અર્જુન'માં શાહરૂખે સફળ ભૂમિકા ભજવી હતી. આટલું જ નહીં 'ડર'માં શાહરૂખ નેગેટિવ રોલમાં હતો. હવે, આદિત્ય શાહરૂખને રોમેન્ટિક બનાવવા માંગતો હતો.
(આગળ વાંચો કેવી રીતે યશરાજ બેનરને આર્થિક કટોકટીમાં મુક્ત કર્યું આદિત્યે...)