અજય-કાજોલની પુત્રી કેવડી મોટી થઈ ગઈ, મળો આ છે ન્યાસા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડ અભિનેતા અજય દેવગણ અને અભિનેત્રી કાજોલ બે બાળકોના માતા-પિતા છે. કાજોલે 2003માં ન્યાસાને જન્મ આપ્યો હતો. હવે તો ન્યાસા 11 વર્ષની થઈ ચૂકી છે. ન્યાસાને વાંચવાનો ઘણો જ શોખ છે. આટલું જ નહીં ન્યાસાને સ્વિમિંગ પણ આવડે છે. તે ક્યારેક ક્યારેક અજયની સાથે સેટ પર જોવા મળતી હોય છે.
2008માં જ્યારે અજય અને કાજોલ ફિલ્મ 'યુ મી ઔર હમ'ના શૂટિંગમાં વ્યસ્ત હતા, ત્યારે ન્યાસા પણ તેમની સાથે જ હતી. કાજોલે કહ્યું હતું કે ન્યાસા જહાજને એક વિશાળ પ્લે ગ્રાઉન્ડ સમજે છે અને આખો દિવસ ત્યાં દોડતી રહેતી હોય છે.
હવે, તો ન્યાસા મોટી થઈ ગઈ છે અને તાજેતરમાં જ સોશ્યિલ નેટવર્કિંગ સાઈટ પર તેની કટેલીક તસવીરો અપલોડ કરવામાં આવી છે, તો ચાલો ન્યાસાની તસવીરો પર કરીએ એક નજર....