B'day: 17 વર્ષની ઉંમરે મિસ ઇન્ડિયા બની હતી બોલિવૂડની 'દામિની', Pix

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(દિકરી કેન્દ્રા, પતિ હરીશ, પુત્ર જોશ સાથે મિનાક્ષી શેષાદ્રી)
મુંબઇ: 1980ના દાયકામાં ઝારખંડે બોલિવૂડને એક નવો ચહેરો આપ્યો હતો. આપણે વાત કરી રહ્યાં છે અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીની. એક વખતે તે બોલિવૂડમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી, પણ આજકાલ તે લાઇમલાઇટથી દૂર રહે છે.
મીનાક્ષીનો જન્મ 16 નવેમ્બર, 1963ના રોજ ઝારખંડના સિંદરીમાં થયો હતો. તમિલ પરિવારમાં જન્મેલી આ સ્ટારને ભારતનાટ્યમથી કત્થક સુધી ચાર પ્રકારના નૃત્ય આવડે છે. મીનાક્ષીએ માત્ર 17 વર્ષની ઉંમરે જ મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. આ પછી તેણે બોલિવૂડમાં એન્ટ્રી કરી. 'દામિની' જેવી હિટ ફિલ્મ આપનાર મીનાક્ષીએ થોડા સમય પછી સિનેમાને અલવિદા કહી દીધું.
મીનાક્ષીએ હરીશ મેસૂર નામના બેંકર સાથે લગ્ન કરી લીધા. તેમના લગ્ન ન્યૂયોર્કમાં રજિસ્ટર થયા. બન્ને લગ્ન કર્યાં પછી ટેક્સસના પ્લાનોમાં રહે છે. તેમને બે બાળકો છે કેન્દ્રા અને જોશ. મીનાક્ષી અહીં ડાન્સ કલાસ ચલાવે છે. તે ઘણા મોટા કાર્યક્રમોમાં તેની ટીમ સાથે ડાન્સ કરી ચૂકી છે.
આગળ જુઓ, મીનાક્ષીની કેટલીક તસવીરો...