• Gujarati News
  • Kate Upton Threatens To Sue Celeb Jihad Over Fake Pics

હોલિવૂડ હોટ અભિનેત્રી કેટ અપ્ટોને વેબસાઈટને આપી કેસની ધમકી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોલિવૂડની સુપર મોડલ કેટ અપ્ટોન એક વેબસાઈટને કારણે મુશ્કેલીમાં છે. આ વેબસાઈટે કેટે તેની ફેક તસવીરો જાહેર કરી છે. હવે, કેટ આ વેબસાઈટ પર કેસ કરવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 'સેલેબ જીહાદ' નામની જોક્સની એક વેબસાઈટે સ્વિમસૂટ ઈશ્યૂમાંથી કેટની તસવીરો લીધી છે.
તે તસવીરોમાં ફોટોશોપમાં જઈને ફેરફાર કર્યો છે અને તેને 'કેટ ઓપ્ટન નેક્ડ આઉટટેક ફ્રોમ એસઆઈ સ્વિમસૂટ 2014' હેઠળ રીલિઝ કરી છે. અપ્ટોનની કાયદાકીય ટીમે વેબસાઈટને એક પત્ર લખીને ચેતવણી આપી છે અને કહ્યુ છે કે આપત્તિજનક તસવીર જો હટાવવામાં નહીં આવે તો તે કેસ કરશે.
પત્રમાં અપ્ટોનના વકીલે લખ્યું છે કે આ તસવીરો સાથે છેડછાડ કરવામાં આવી છે.