• Gujarati News
  • Kat Duggu Snip And Snap At Each Other During The Bang Bang Shoot

'બેંગ બેંગ'ના શૂટિંગમાં રીતિક-કેટ વચ્ચે અનેકવાર થઈ હતી ઉગ્ર દલીલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સ કેટરિના કૈફ અને રીતિક રોશન 'બેંગ બેંગ'માં સાથે છે. આ ફિલ્મનું શૂટિંગ ઘણાં મહિનાઓ સુધી ચાલ્યું હતું. ફિલ્મના શૂટિંગ દરમિયાન રીતિક રોશનને મગજમાં ઈજા પણ થઈ હતી. હાલમાં રીતિક રોશન ફિલ્મના થોડાંક સીનનું શૂટિંગ કરી રહ્યો છે. જ્યારે કેટરિના 'ફેન્ટમ' અને 'જગ્ગા જાસૂસ'ની વચ્ચે 'બેંગ બેંગ'ને સમય આપવાનો પ્રયાસ કરી રહી છે.

આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ વિદેશમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં હાઈવોલ્ટેજ એક્શન સીન્સ જોવા મળ્યાં છે. જોકે, હજી પણ આ ફિલ્મનું શૂટિંગ થોડુંક બાકી છે.

ફિલ્મના શૂટિંગ દરમિયાન રીતિક રોશન અને કેટરિના વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. કેટરિનાને ફિલ્મના માર્કેટિંગ અને પબ્લિસિટી પ્લાન્સની ચર્ચા માટે બોલાવવામાં આવી હતી પરંતુ કેટરિનાએ ચર્ચાથઈ દૂર જ રહી હતી. કેટરિનાને માર્કેટિંગ પ્લાનમાં કોઈ જ નવીનતમ વાત લાગી નહોતી. કેટરિનાએ કેટલાંક સૂચનો આપ્યા હતા પરંતુ ફોક્સ સ્ટાર સ્ટુડિયાએ તેના પર ધ્યાન જ આપ્યું નહોતું. રીતિક રોશને પણ કેટરિનાની વાતને ધ્યાનમાં લીધી નહોતી.

રીતિક રોશનની પજવણીથી કેટરિના સેટ પરથી ગુસ્સામાં જતી રહી હતી. કેટરિનાને પછી શાંતિથી મનાવવામાં આવી હતી અને આખો સીન સમજાવવામાં આવ્યો હતો. કેટરિના કૈફ શૂટિંગ દરમિયાન મૂડી રહેતી હોય છે અને તેના કો-એક્ટર્સ સાથે સહજતાથી હળતી-મળતી નથી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફિલ્મના હોલિવૂડ સ્ટંટ ડિરેક્ટર એન્ડી આર્મસ્ટ્રોંગ (સ્પાઈડરમેન 2ના સ્ટંટ ડિરેક્ટર)ને ફિલ્મની ક્રૂને લઈને અનેક પ્રશ્નો હતાં.
(આગળ જુઓ ફિલ્મ 'બેંગ બેંગ'ના ટ્રેલરની ખાસ તસવીરો...)