• Gujarati News
  • Kareena Kapor, Saif Ali Khan, Sridevi, Boney Kapoor, Jhanvi, Sonama Kapoor And Fawad Khan Spotted

સૈફ અને કરિનાથી લઈને શ્રીદેવીનું પરિવાર થયુ ક્લિક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ એરપોર્ટ પર ડાબી બાજુથી શ્રીદેવી, બાન્દ્રામાં કરિના-સૈફ અને એરપોર્ટ પર જ્હાનવી અને ખુશી)
મુંબઈઃબોલિવૂડ સ્ટાર્સ દિવસ દરમિયાન ક્યાંકને ક્યાંક તો જોવા મળી જતા હોય છે, ગઈકાલે (11 સપ્ટેમ્બર) એરપોર્ટથી લઈને બાન્દ્રામાં સ્ટાર્સ જોવા મળ્યા હતાં.જેમાં મુંબઈ એરપોર્ટ પર મલેશિયામાં યોજાનારા સીમા એવોર્ડમાં ભાગ લેવા જતુ શ્રીદેવીનું પરિવાર જોવા મળ્યું હતું. શ્રીદેવીની સાથે પુત્રી જહાનવી, ખુશી અને પતિ બોની કપૂર પણ કેમેરામાં કેદ થયા હતાં.આ સિવાય હાલ આગામી ફિલ્મ 'ખૂબસૂરત'ના પ્રમોશનમાં વ્યસ્ત સોનમ કપૂર અને ફવાદ ખાન પણ એરપોર્ટ પહોંચ્યા હતાં.
તો બીજી તરફ કરિના કપૂર ખાન અને સૈફ અલીખાન બાન્દ્રામાં કેમેરામાં ક્લિક થયા હતાં. આ દરમિયાન કરિના ગ્રે જેકેટ અને બ્લેક કલરના પેન્ટ સાથે લાલ લિપસ્ટિક અને બ્લુ રંગની નેઈલ પોલીશમાં જોવા મળી હતી. જ્યારે સૈફ અલીખાન બ્લુ રંગના પઠાણી કુર્તામાં જોવા મળ્યો હતો.
શ્રીદેવીનુ પરિવાર, કરિના, સૈફ અને સોનમ-ફવાદની તસવીરો જોવા આગળ ક્લિક કરો