Pix: 'રિવોલ્વર રાની'નું સ્પેશિયલ સ્ક્રિનિંગ, આવી પહોંચ્યાં સ્ટાર્સ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડની ક્વીન કંગના રાનૌટની ફિલ્મ 'રિવોલ્વર રાની' કાલે રીલિઝ થવાની છે. આ પહેલા એક સ્પેશિયલ સ્ક્રિનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, ગોલ્ડી બહલ, સંધ્યા મૃદૂલ, રીમા કાગતી, ફિલ્મના ડિરેક્ટર સાઇ કબીર સહિતના બી-ટાઉનના જાણીતા ચહેરાઓ નજરે પડ્યાં હતાં.

કંગનાની પાછલી ફિલ્મ 'ક્વીન' બોક્સ-ઓફિસ પર સફળ સાબિત થઇ હતી અને તેના અભિનયના ખૂબ વખાણ થયા હતાં. આ જોતાં કંગનાની ફિલ્મ 'રિવોલ્વર રાની'થી પણ વધારે અપેક્ષાઓ સેવાઇ રહી છે. આ ફિલ્મમાં કંગના દબંગ લેડીના રોલમાં જોવા મળશે.

સાઇ કબીર શ્રીવાસ્તવે 'રિવોલ્વર રાની'નું નિર્દેશન કર્યું છે. કંગનાની સાથે વીર દાસ પણ લીડ રોલમાં છે. 'રિવોલ્વર રાની'ની ટક્કર રાજીવી ખંડલવારની 'સમ્રાટ એન્ડ કંપની' અને સુભાષ ઘાઇની ફિલ્મ 'કાંચી' સાથે થશે.

જુઓ, 'રિવોલ્વર રાની'ના સ્પેશિયલ સ્ક્રિનિંગની તસવીરો...