ઈરફાન નહીં કરે 'એક્સપોઝ'નો પ્રચાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં હિમેશ રેશમિયાની ફિલ્મ 'એક્સપોઝ'નું ટ્રેલર રીલિઝ થયું છે.આ ફિલ્મના મુખ્ય પોસ્ટર પરની તસવીરે હનિસિંહ સહિત ઈરફાનને પણ ચોંકાવી દીધો છે.ચાલી ચર્ચા મુજબ આ મામલે તેમણે હિમેશ સાથે પણ વાતચીત કરી છે.
તેમણે કહ્યું કે, ફિલ્મમાં તેની ભૂમિકા નાની હોવાથી તેના પાત્રને મુખ્ય પાત્ર તરીકે બતાવી શકાય નહીં.જો પ્રચારમાં આમ કરવામાં આવે તો દર્શકોના મનમાં ગેરસમજ ઉભી થશે. આ પહેલા ખબર હતી કે, ઈરફાને વિશાલ ભારદ્વાજને પણ કહ્યું છે કે,તેની આગામી ફિલ્મ 'હૈદર'ના પ્રચારથી તેને દૂર રાખવામાં આવે. ફિલ્મમાં શાહીદ કપૂર અને શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં છે.તબ્બુ અને ઈરફાન પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. ઈરફાન ઈચ્છતો નથી કે તે મુખ્ય ભૂમિકા નિભાવ્યા વિના ફિલ્મનો મુખ્ય ચહેરો બની પ્રચાર કરતો ફરે.માનવામાં આવે છે કે,જ્યારે 'હૈદર'નો પ્રચાર શરૂ થશે ત્યારે શાહીદ-શ્રદ્ધા જ તમામ પ્રચાર અભિયાનનો ચહેરો બનશે.