Interview: રાત્રે રડતાં-રડતાં ઊંઘમાંથી ઉઠી જતી હતી પત્રલેખા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પત્રલેખા પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત હંસલ મહેતાની ફિલ્મ 'સિટીલાઇટ્સ' સાથે કરી રહી છે. આ ફિલ્મ રાજસ્થાનની મહિલા રાખી પર બનાવવામાં આવી છે. રાખી તેના બાળકો અને પતિ દીપક સાથે રોજી-રોટી માટે મુંબઇ આવે છે. અહીં તે મજબૂરીમાં બાર ડાન્સર બની જાય છે. જીવનનું પહેલુ જ પાત્ર પત્રલેખા માટે સરળ નહોતું. જુઓ, આ અંગે શું કહે છે પત્રલેખા...
ઇમોશનલ
હંસલ સર અમને રાજસ્થાન લઇ ગયા હતા. અમે ત્યાં બે-ત્રણ સપ્તાહ રોકાયાં હતાં. ત્યાંના લોકો, ભાષા અને તેમની જીવનશૈલી જોઇ. રાખીનું જીવન એટલું દર્દનાક હતું કે મને રાત્રે પણ તેના સપના આવતાં હતાં. હું રડતી-રડતી ઊંધમાંથી ઉઠી જતી હતી. વિચારતી હતી કે તેને આવી પરિસ્થિતિમાંથી કેમ પસાર થવું પડે છે? તણાવની સાથે સારી પળો પણ હતી.
ફિલ્મી પૃષ્ઠભૂમિથી ન હોવા છતાં મારી ફિલ્મ 'સિટીલાઇટ્સ'ના લોકોએ ખૂબ વખાણ કર્યાં છે. જાણીતા લોકોએ પણ પ્રશંસા કરી છે. રાખીના પાત્રને જોઇને આલિયા તો રડવા માંડી હતી અને મને ગળે લગાડી લીધી હતી.
આગળ જુઓ, શું કહે છે પત્રલેખા?