• Gujarati News
  • Ileana D'cruz Dating Australian Photographer Andrew Kneebone

Pix: આ ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફરને ડેટ કરી રહી છે અભિનેત્રી ઇલિયાના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર: એન્ડ્ર્યૂ નીબોન અને ઇલિયાના ડિક્રૂઝ)
મુંબઇ: આજકાલ અભિનેત્રી ઇલિયાના ડિક્રૂઝ બે કારણોને લીધે ચર્ચામાં છે. પહેલું એ કે હાલમાં જ તેની ફિલ્મ 'હેપ્પી એન્ડિંગ' રીલિઝ થઇ છે અને બીજું કારણ છે તેનો બોયફ્રેન્ડ. હાલમાં જ ઇલિયાના તેના બોયફ્રેન્ડ એન્ડ્ર્યૂ નીબોન સાથે એક ફેશન શોમાં જોવા મળી હતી.
બોલિવૂડમાં ચાર ફિલ્મ જુની ઇલિયાનાએ ક્યારેય તેની રિલેશનશિપ છુપાવી નથી. થોડા સમય અગાઉ જ તેણે કહ્યું હતું કે તે પોતાની પર્સનલ લાઇફ વિશે વાત નહીં કરે, પણ ઇવેન્ટ્સમાં તે તેના બોયફ્રેન્ડ સાથે નજરે પડતી હોય છે.
ઇલિયાના ડિક્રૂઝ અને ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર એન્ડ્રયૂ નીબોનના સંબંધો બોલિવૂડમાં કોઇનાથી પણ છુપાયેલા નથી. ગયા વર્ષે એક એવોર્ડ સેરેમનીમાં સાથે નજરે પડ્યાં પછી તેમના સંબંધો વધારે ચર્ચામાં આવ્યા હતા.
આગળ જુઓ, ઇલિયાના ડિક્રૂઝ અને તેના બોયફ્રેન્ડની કેટલીક તસવીરો...