• Gujarati News
  • Hollywood Actor Jackie Chan’S Son Held For Drugs Possession In China

સુપરસ્ટાર જેકી ચેનના પુત્રની ડ્રગ્સ મામલે ધડપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર: હોલિવૂ અભિનેતા જેકી ચેનનો પુત્ર જેસી)

બેઝિંગ: હોલિવૂડ અભિનેતા જેકી ચેનના 32 વર્ષીય એક્ટર પુત્ર જેસીની નશીલી દવાઓ રાખવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. જેસી સાથે તેના તાઇવાની મિત્રની પણ ધડપકડ કરવામાં આવી છે. જેસી ફાંગ જુમિંગના નામથી પણ ઓળખાય છે. ફિલ્મ્સ અને ટીવી અભિનેતા જેસીની બેઝિંગ પોલીસે તેના 23 વર્ષીય મિત્ર સાથે ધડપકડ કરી છે. તે એક તાઇવાની ફિલ્મ સ્ટાર છે.
ફિલ્મ્સમાં હિંસા ઇચ્છતો નથી જેકી ચેન
હોલિવૂડ અભિનેતા જેકી ચેન ઇચ્છે છે કે તેની ફિલ્મ્સમાં ભરપૂર એક્શન હોય, પણ હિંસા નહીં. જેકીએ કહ્યુ હતુ કે, 'જ્યારે હું કોઇ ફિલ્મનું નિર્દેશન કરું છું, ત્યારે તે મારા બાળક જેવું હોય છે. ફિલ્મમાં હાસ્ય હોય, પણ અશ્લીલતા નહીં. એક સકારાત્મક સંદેશ દર્શકો સુધી પહોંચે. હું મારી ફિલ્મ વિશ્વસનીય બનાવવા માગું છું. જ્યાં હું એક સાથે ત્રણ કિક મારતો હતો, ત્યાં હવે એક જ કિક ઇચ્છું છું. પછી એવું પણ થશે કે મારપીટ બંધ થઇ જશે.' જેકી ચેન એક્શન ફિલ્મ્સ માટે જાણીતો છે, પણ તેની ફિલ્મમાં કોમેડી પણ જોવા મળે છે.
આગળ જુઓ, જેકી ચેનના પુત્ર જેસીની કેટલીક તસવીરો...