મા બનવાની છે જેનેલિયા, રિતેશના ઘરે આવશે બમણી ખુશી!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડ સ્ટાર રિતેશ દેશમુખના ઘરે ટૂંક સમયમાં જ બે ખુશ ખબર આવવાની છે. સાંભળવા મળ્યું છે કે,તેની પત્ની અને અભિનેત્રી જેનેલિયા ડિસુઝા મા બનવાની છે.હવે તમે વિચારતા હશો કે, બીજી ખુશ ખબરી શું છે?રિતેશનો નાના ભાઈ ધીરજની પત્ની હનિ પણ ગર્ભવતી છે.
સૂત્રો મુજબ રિતેશ એકલો જ ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી(આઈફા) માટે ગયો છે. જેનેલિયાને આરામની સલાહ આપવામાં આવી હોવાથી તે રિતેશ સાથે ગઈ નથી.ગત મહિને પણ જેનેલિયા મા બનવાની હોવાની ખબરો આવી હતી, પરંતુ તે સમયે તેમણે અને રિતેશે આ ખબરોને ખોટી ઠેરવી હતી.
તાજેતરમાં ધીરજની પત્ની જ્યારે એક પાર્ટીમાં પહોંચી ત્યારે તેના બેબી બમ્પને જોઈ એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે તે મા બનવાની છે. તમને જણાવી દઈએ કે હનિ ફિલ્મ નિર્માતા વાસુ ભગનાની પુત્રી છે. રિતેશ અને તેના ભાઈના લગ્ન ફેબ્રુઆરી 2012માં થયા હતાં.
જેનેલિયાના બેબી બમ્પનો સંકેત આપતી તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો