• Gujarati News
  • Divided By Aishwarya, United By Modi’, Vivek Oberoi, Salman Khan

''એશે વિવેક-સલમાનને અલગ કર્યો પણ નરેન્દ્ર મોદીએ ભેગા કર્યા''

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
26મી મેના રોજ નરેન્દ્ર મોદીએ સાંજે છ વાગે પીએમ તરીકે શપથ લીધા હતાં. આ શપથવિધિમાં અનેક જાણીતી ફિલ્મ હસ્તીઓ આવી હતી. ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરનાર અભિનેતા વિવેક ઓબેરોય પણ શપથવિધિમાં હાજર રહ્યો હતો. જોકે, વિવેક ઓબેરોય શપથવિધિમાં આવતા જ ટ્વિટર પર તેની મજાક ઉડવા લાગી હતી. શપથવિધિમાં સલમાન ખાન પણ હાજર રહ્યો હતો.
સોશ્યિલ નેટવર્કિંગ સાઈટ પર એક યુઝર પોસ્ટ કર્યુ હતુ કે વિવેક ઓબેરોય માટે આજનો દિવસ ઘણો જ ખાસ છે. એક તો તે મોદીની શપથવિધિમાં હાજર રહ્યો અને બીજી ઉપ્લબ્ધિ એ કે તે ટ્વિટરમાં ટોપ ટ્રેન્ડમાં આવી ગયો. તો એક યુઝરે પોસ્ટ કર્યુ હતુ કે ઐશ્વર્યાએ સલમાન અને વિવેકને અલગ કર્યા, તો મોદીએ બંનેને ભેગા કર્યા છે.
આગળની તસવીરો પર ક્લિક કરીને જુઓ સોશ્યિલ નેટવર્કિંગ સાઈટ પર કેવી રીતે ઉડી વિવેકની મજાક....