• Gujarati News
  • Clash Between Bong Beauties Bipasha Basu And Rani Mukherjee

બિપાસા કે રાની કોણ પડશે કોના પર ભારે?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડમાં હાલ બે હોટ અભિનેત્રીઓ રાની મુખર્જી અને બિપાસા બાસુ વચ્ચે કેટ ફાઇટ થઇ રહી છે. રાની લાંબા ગાળાનાં બાદ રીલિઝ થનારી પોતાની ફિલ્મ ‘મર્દાની’ માટે સજ્જ થઇ ગઇ છે, રાની તેની ડૂબી રહેલી કારકિર્દીને તારવા માટે આ ફિલ્મને એક મોટી ફિલ્મ બનાવવામા કોઈપણ કચાશ રાખવા માગતી નથી.
રાનીની આ ફિલ્મ સામે બિપાસા બાસુની 27 જુને રીલિઝ થનારી ‘ક્રિએચર’ ટકરાશે, બિપાસાની આ ફિલ્મ જુનને બદલે હવે 22 ઓગષ્ટના રોજ રીલિઝ થશે.આથી આ સમયે 'મર્દાની' અને 'ક્રિએચર'ની બોક્સ ઓફિસ ટક્કર થશે.
ઉલ્લેખનીય છે કે, બ્લેક બ્યૂટી બિપાસા બાસુની ફિલ્મ ‘ક્રિએચર’ એક હોરર ફિલ્મ છે, જ્યારે ‘મર્દાની’માં રાની મુખર્જી ગુંડાઓ સાથે લડતી જોવા મળશે. ત્યારે ઓગષ્ટ મહિનાંમાં રિલિઝ થનારી આ બન્ને ફિલ્મ્સમાં જોવાનું એ રહેશે કે લોકો બિપાસા કે રાનીમાંથી કોને વધુ પસંદ કરે છે!!