ચિત્રાંગદાની કારકિર્દી અસ્તાચળે, ફિલ્મ મળવામાં મુશ્કેલી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં જ ચિત્રાંગદા સિંહના પતિ જ્યોતિ રંધાવા સાથે છુટાછેડા મંજૂર થયા છે.અંગત જિંદગની આ ઉથલ-પાથલમાં તેની ડૂબી રહેલી કારકિર્દી પણ તેના માટે માથાના દુઃખાવા સમાન બની ગઈ છે.
ચિત્રાંગદા છેલ્લે ‘દેશી બોય્ઝ’ અને ‘આઇ,મી ઓર મૈ’માં અક્ષય કુમાર અને જહોન અબ્રાહમ સાથે જોવા મળી હતી.હાલ તે નિર્દેશક કુશન નંદીની પોલિટિકલ થ્રિલર ફિલ્મ કરી રહી છે.આ ફિલ્મમાં તેની સાથે નવાઝુદીન સિદ્દીકી અને બંગાળી અભિનેતા પ્રોસેનજીત મુખ્ય ભૂમિકા કરી રહ્યા છે.
આ ફિલ્મનું શૂટિંગ આગામી ચોમાસામાં શરૂ થવાનું છે. આ સિવાય ચિત્રાની પાસે કોઇ જ પ્રોજેક્ટ નથી. નોંધનીય છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દી બનાવવાની પોતાની પસંદગીને કારણે જ તેનાં ગૃહસ્થ જીવનમાં તિરાડ પડી હોવાની ચર્ચાઓ છે.