આ મામલે આમિરથી આગળ નીકળી પ્રિયંકા, ટોપ પર છે ફરહાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ડાબેથી: પ્રિયંકા ચોપડા, ફરહાન અખ્તર અને આમિર ખાન)

મુંબઇ:
પ્રિયંકા ચોપડાની ફિલ્મ 'મેરી કોમ' દર્શકોને પસંદ પડી રહી છે. ફિલ્મમાં પ્રિયંકાના અભિનયના વખાણ થઇ રહ્યાં છે. સાથે ફિલ્મ બોક્સ ઓફિસ પર આગળ વધી રહી છે. મંગળવાર સુધી ફિલ્મે 43 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
'મેરી કોમ' મહિલા બોક્સર એમસી મેરી કોમના જીવન પર આધારિત છે. પ્રિયંકા ચોપડા ફિલ્મમાં લીડ રોલમાં છે. ફિલ્મનું બજેટ 15 કરોડ રૂપિયા હતું, જેની સરખામણીએ ફિલ્મએ ત્રણ ગણી કમાણી કરી લીધી છે. પ્રિયંકાએ ફિલ્મ માટે કરેલી મહેનત સફળ થઇ છે. ફિલ્મ અત્યારે 100 કરોડ ક્લબથી દૂર છે.
બોલિવૂડમાં અત્યાર સુધી સ્પોર્ટ્સ પર ઘણી ફિલ્મ્સ બની ચૂકી છે, પણ 'ભાગ મિલ્ખા ભાગ' જ 100 કરોડની કમાણી કરી શકી છે. જોકે, 'મેરી કોમ' કમાણી મામલે આમિરની ફિલ્મ 'લગાન'થી આગળ નીકળી ચૂકી છે.
આગળ જુઓ, સ્પોર્ટ્સ ફિલ્મ્સની કમાણી અંગે...