• Gujarati News
  • Bollywood Celebs Celebrate Dahi Handi Event In Mumbai And Pune

Pix: મુંબઇમાં દહીં હાંડીની રંગત, બોલિવૂડ સ્ટાર્સે કરી જમાવટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(દહીં હાંડી ફોડતી અભિનેત્રી રાની મુખર્જી)

મુંબઇ:
સમગ્ર દેશમાં જન્માષ્ટમીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મહરાષ્ટ્રના મુંબઇ-પુણેમાં આખો દિવસ દહીં હાંડીના કાર્યક્રમો ચાલ્યાં હતાં. દાદરના માધવવાડીમાં મુંબઇની પ્રથમ દહીં હાંડી ફોડવામાં આવી હતી. ત્યાં જ, ઘાટકોપરમાં કેટલીક બોલિવૂડ હસ્તીઓ પણ આવી પહોંચી હતી. અહીં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

બોલિવૂડ-મરાઠી સિનેમાની હસ્તીઓ
આ વર્ષે દહીં હાંડી કાર્યક્રમમાં અભિનેત્રી બિપાશા બસુ, માધુરી દીક્ષિત, જેક્લિન ફર્નાન્ડિઝ, દિયા મિર્ઝા, પ્રાચી દેસાઇ, ડેઝી શાહ, મુગ્ધા ગોડસે, કાયનાત અરોરા, દિવ્યંકા ત્રિપાઠ તથા મરાઠી ફિલ્મ્સમાંથી નેહા પેંડસે, પ્રાજક્તા માલી, ઉર્મિલા કાનિટકર, કાસવી કાંચન, સંજના ગણેશન, રાજેશ્વરી ખરાત, તેજશ્રી પ્રધાન, પ્રતીક્ષા જાધવ વગેરે સ્ટાર્સે હાજરી આપી હતી.
સુરક્ષા
જન્માષ્ટમી પર મહારાષ્ટ્રમાં કડક સુરક્ષા વ્યવસ્થા જોવા મળી હતી. 30 હજારથી વધુ પોલીસકર્મીઓ દહીં હાંડી કાર્યક્રમો દરમિયાન ઊભા પગે હતાં. સાથે જ પોલીસ ડ્રોન દ્વારા પણ ચાંપતી નજર રાખી રહી હતી.

જુઓ, કેટલીક તસવીરો...