B'day: સલ્લુ સાથે મળી'તી ભૂમિકાને ઓળખ, બોલિવૂડ રહી ફ્લોપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર: ભૂમિકા ચાવલા)

મુંબઇ:
અભિનેત્રી ભૂમિકા ચાવલા આજે 36 વર્ષની થઇ ચૂકી છે. બોલિવૂડની કેટલીક ફિલ્મ્સમાં કામ કરી ચૂકનાર ભૂમિકા સાઉથની સફળ અભિનેત્રી છે. ભૂમિકાનો જન્મ 21 ઓગસ્ટ, 1978ના રોજ દિલ્હીની પંજાબી ફેમિલીમાં થયો હતો. તેના પિતા એ.એસ.ચાવલા આર્મી ઓફિસર અને મા બાલી ચાવલા ટીચર રહી છે. ભૂમિકાના બાળપણનું નામ રચન હતું.
સ્કૂલ પૂરી કર્યા પછી કરિયર બનાવવા માટે ભૂમિકા 1997માં દિલ્હીથી મુંબઇ આવી ગઇ હતી. તેને એડ અને હિંદી મ્યૂઝિક આલ્બમમાં કામ કરવાનો ચાન્સ મળતો રહ્યો. ફેર એન્ડ લવલી, ડાબર લાલ તેલ જેવા પ્રોડેક્ટની જાહેરાત કર્યા પછી તે અદનાન સામી અને ઉદિત નારાયણ જેવા સિંગર્સની આલ્બમાં જોવા મળી હતી. જાહેરાતોમાં મળેલી સફળતાને લીધે તેને તેલુગુ ફિલ્મમાં કરવાનો ચાન્સ મળ્યો હતો. તેણે 2000માં તેલુગુ ફિલ્મ 'યુવાકુડુ'માં કામ કર્યુ હતું. ફિલ્મ 'ખુશી' (2001) માટે તેને બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
સાઉથ ઇન્ડસ્ટ્રીમાં નવ ફિલ્મ્સ કર્યા પછી તેણે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. વર્ષ 2003માં તે સલમાન ખાન સાથે 'તેરે નામ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે મેધનાના પાત્રમાં હતી. દર્શકોને સલમાન અને ભૂમિકાની જોડી ખૂબ પસંદ પડી હતી. આ પછી તેણે 'રન', 'દિલ ને જીસે અપના કહા', 'સિલસિલે', 'ફેમિલી', 'ગાંધી માય ફાધર'માં કામ કર્યુ હતું. જોકે, આ બધી ફિલ્મ્સ બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થઇ હતી. સાઉથમાં ભૂમિકાનો દબદબો કાયમ છે.
બોલિવૂડમાં મળેલી નિષ્ફળતા પછી ભૂમિકાએ બોયફ્રેન્ડ પ્રસિદ્ધ યોગ ગુરુ ભરત ઠાકુર સાથે લગ્ન કરી લીધા. તેઓ લાંબા સમયથી એક-બીજાને ડેટ કરી રહ્યાં હતાં. તેમને એક પુત્ર છે.
આગળ જુઓ, ભૂમિકા ચાવલાની કેટલીક તસવીરો...