તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શું આજે કોઈ ભાવિ પેઢીની સલામતી અંગે વિચારે છે?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈના ડીએનએ અખબારમાં બોલિવૂડવાળાઓના લેખ નિયમિતરૂપે પ્રકાશિત થાય છે

મુંબઈના ડીએનએ અખબારમાં બોલિવૂડવાળાઓના લેખ નિયમિતરૂપે પ્રકાશિત થાય છે. અત્યાર સુધી શાહરુખ ખાનના ત્રણ લેખ અને અક્ષયકુમારની પત્ની ટ્વિંકલ ખન્ના દૈનિક પારિવારિક સમસ્યાઓના લેખ પ્રકાશિત થયા છે. ટ્વિંકલના તાજા લેખમાં તેણે લખ્યું છે કે અક્ષયકુમાર સવારે ૧૦ વાગ્યે શૂટિંગ માટે ગયો અને જતી વખતે પુત્રને પારિવારિક સલામતીની જવાબદારી સોંપી. તેના ગયા બાદ ટેલિવિઝન પર જાહેર થતાં કાર્યક્રમમાં સંસદમાં થયેલી ધાંધલ-ધમાલનાં દૃશ્યો દર્શાવવામાં આવતાં હતાં. ટ્વિંકલના પુત્રે સ્વીડનમાં બનેલું એક નાનું ચાકુ જે નેલકટર અને સ્ક્રૂ ડ્રાઈવરનું કામ કરી શકે છે તે ઉઠાવ્યું અને ઘરને સંસદસભા બનાવીને ધાંધલ-ધમાલ કરી, પરિણામે સોફામાં કાણું પડી ગયું અને થોડીક વસ્તુઓ તૂટી ગઈ.

ટ્વિંકલ વ્યંગમાં આગળ લખે છે કે તેની નાનીવયમાં તેણે એવી ધારણા બનાવી લીધી છે કે સાંસદ બનવા માટે શિક્ષણ નહીં પરંતુ ધાંધલ-ધમાલ કરવાની ક્ષમતા હોવી જોઈએ અને શક્ય છે કે ચૂંટણીમાં ભાગ લેવાની વય સુધીમાં તે સંપૂર્ણ રીતે ધાંધલ-ધમાલ કરવામાં નિપુણ બની જાય.આ લેખ કટાક્ષમય રીતે લખવામાં આવ્યો છે, પરંતુ આ હકીકતથી આપણે નકારી શકીએ નહીં કે ટેલિવિઝન પર દર્શાવાતી રાજકીય ધાંધલ-ધમાલ બાળકોને એવી જ રીતે આકર્ષિ‌ત કરી શકે છે, જેવી રીતે તેમને છોટા ભીમ આકર્ષિ‌ત કરે છે. ચૂંટણીના કુરુક્ષેત્રના દૃશ્ય પણ બાળકોને પ્રભાવિત કરી શકે છે. એ વાત અલગ છે કે ઘરને જ કુરુક્ષેત્ર બનાવીને વિનાશ કરનાર રમત રમતાં ખરેખર તેવું થઈ શકે છે.

શષ્ટિાચાર અને સદ્વ્યવહાર રાજનીતિમાંથી અલોપ થઈ ગયા છે. દાયકાઓ પહેલાં ઈરવિંગ વૈલેસે નવલકથા 'ધ મેન’માં એક નીગ્રોના અમેરિકાના પ્રમુખ બનવાની વાત કરી છે અને તેમાં એક પ્રકરણ ઈમ્પીચમેન્ટનું છે. જેના હેઠળ સેનેટ અધ્યક્ષ પોતાનો પક્ષ રાખવા માટે બાળપણના મિત્ર અને નિષ્ણાત વકીલને મળવા જાય છે અને કહે છે કે તેના તરફથી તે પોતાનો કેસ લડે. પરંતુ મિત્ર કહે છે કે તેણે હજાર એકરની રેન્ચ મેળવવાનું પોતાનું બાળપણનું સ્વપ્ન સાકાર કરવા માટે એક ર્કોપોરેટ માટે કામ કરવાનો કરાર કરી લીધો છે. તે એ પણ કહે છે કે આ અઢળક ધન આપતા કરારથી તેનાં બાળકોનું આગામી જીવન પણ સલામત થઈ જશે.

વકીલની પત્ની તેના પતિને આગ્રહ કરે છે કે તે કરાર ફગાવીને મિત્રનો કેસ લડે, કારણ કે એક નીગ્રો પ્રમુખને માત્ર તેમના નીગ્રો હોવાને કારણે કાવતરાનો શિકાર બનાવીને અન્યાય આધારિત સમાજની રચના કરી શકાય છે અને કોઈ પણ બાળક એવા સમાજમાં સલામત નહીં રહી શકે, પછી ભલે તેની પાસે હજાર એકરની જમીન કેમ ન હોય ? પતિનો આત્મા જાગી જાય છે.શું આજે કોઈ નેતા અથવા સામાન્ય વ્યક્તિ આ રીતે વિચારે છે કે ભાવિ પેઢીની સલામતી કેવી રીતે સમાજ અથવા સરકારમાં શક્ય હશે ? એ બાબત પણ ભયાનક છે કે સદીઓની ચાળણીમાંથી ચળાઈને આવેલા સત્ય અને આદર્શને તિલાંજલિ આપીને કરવામાં આવેલું રાજકારણ કેવી રીતે સમુદ્ર મંથન હશે અથવા તેમાં અમૃત ઓછું અને વિષ વધુ ઉત્પન્ન થશે ? હકીકતમાં વચિારવાના એક ક્ષણને માત્ર એક ક્ષણ જ ન માની શકાય, કારણ કે તેના ગર્ભમાં ભવિષ્ય છે અને તેના ડીએનએમાં ઇતિહાસ છે.

જયપ્રકાશ ચોકસે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો