\'પીકે\'માં અનુષ્કાનો નવો લૂક આવ્યો સામે, પાત્રને લઈ ચર્ચાઓ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ પીકેના સેટ પર અનુષ્કા શર્મા)
મુંબઈઃ આમિર ખાનની આગામી ફિલ્મ 'પીકે'માં અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકા કરી રહી છે.જાણવા મળ્યા મુજબ આ ફિલ્મમાં અનુષ્કા પત્રકારની ભૂમિકા નિભાવી રહી છે. તેમજ ફિલ્મમાં તે વેશ્યા તરીકે કામ કરી રહી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.તેના આ પાત્રમાં અનેક લેયર્સ જોવા મળશે.તાજેતરમાં તે આ ફિલ્મનું શૂટિંગ કરતા કેમેરામાં કેદ થઈ હતી.
ફિલ્મના સેટ પર અનુષ્કા કેઝ્યુલ અવતાર અને ટૂંકા વાળ સાથે જોવા મળી હતી. તેનો આ લૂક અલગ જ પ્રકારનો લાગી રહ્યો હતો. આ પહેલાં અનુષ્કા શર્મા અને સુશાંતસિંહ રાજપૂત બેલ્જીયમમાં શૂટિંગ કરતા જોવા મળ્યા હતાં. અહેવાલો મુજબ ફિલ્મમાં તે વેશ્યા હોવાને કારણે તે સુશાંતની પ્રપોઝલ ઠુકરાવી દે છે અને બાદમાં બન્ને અલગ થઈ જાય છે. ત્યાર બાદ અનુષ્કાની મુલાકાત ભોજપુરી બોલતા આમિર ખાન સાથે થાય છે. જ્યારે આમિર ખાન ફિલ્મમાં એલિયનની ભૂમિકા કરી રહ્યો હોવાની વાત પણ સામે આવી છે.
રાજ કુમાર હિરાણી નિર્દેશિત આ ફિલ્મનું નિર્માણ વિધુ વિનોદ ચોપરાએ યુટીવી ડિઝની સાથે મળીને કર્યું છે. ફિલ્મમાં અનુષ્કા, આમિર અને સુશાંત સિવાય સંજય દત્ત અને બોમન ઈરાની પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આગામી 19 ડિસેમ્બરના રોજ રીલિઝ થશે.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મના પ્રથમ પોસ્ટરમાં આમિર ખાનની નગ્નતાને લઈ ભારે વિવાદ થયો હતો. જ્યારે બીજા પોસ્ટરમાં તે કપડા સાથે ઢંકાયેલો જોવા મળ્યો હતો.
'પીકે'માં અનુષ્કાનો નવો લૂક જોવા આગળ ક્લિક કરો